રહસ્યમય આકાશી પ્રકાશ પુંજોએ પંજાબના પઠાણકોટના નિવાસીઓને આશ્ચર્યમુગ્ધ કર્યા
- શું તે પ્રકાશપુંજો 'UFOs'ના હતા ?
- આ પ્રકારના પ્રકાશ પુંજો જમ્મુ સહિત ઉત્તર ભારતમાં ઘણાં સ્થળે દેખાયા હતા
ચંડીગઢ : રહસ્યમય આકાશી પ્રકાશ પુંજોની ઝળહળતી રેખાએ પંજાબના પઠાણકોટ અને આસપાસના વિસ્તારોના લોકોને આશ્ચર્યમુગ્ધ બનાવી દીધા હતા. ગઈકાલે તા. ૩જી ડિસેમ્બર અને શુક્રવારે સાંજે સાત વાગ્યા આસપાસ પઠાણકોટ અને આસપાસના વિસ્તારના લોકોને વધુ આશ્ચર્ય તો એ થયું હતું કે, એક રેખામાં આગળ ધસી રહેલા આ પ્રકાશ પુંજો માત્ર પાંચ મિનિટમાં જ ગાયબ થઈ જતા ગયા હતા.
ઝળહળતી તેજ-રેખાએ ટ્વીટર ઉપર પણ ફલટર ચગાવી દીધી હતી. આ પ્રકાશપુંજોને નજરે જોનારાઓએ, જણાવ્યું હતું કે હજી તેમણે હજુ સુધીમાં આટલી તેજસ્વી તેજરેખા આકાશમાં જોઈ નથી. તે તેજરેખા પાંચ જ મિનિટમાં અદ્રશ્ય પણ થઈ ગઈ હતી તેથી શંકા જાય છે કે અનઆઇડેન્ટીફાય ફ્લાઇંગ ઓબ્જેક્ટસ (UFOs) હોઈ શકે.
આ તબક્કે ઉલ્લેખનીય તે છે કે, આશરે એકાદ મહિના પૂર્વે કોઈ રહસ્યમય ધ્વનિ વિશ્વના કેટલાક રેડિયો અને ટી.વી. સ્ટેશનોના એન્ટેનાએ પકડયો હતો. તે ધ્વનિની વિશિષ્ટતા એ હતી કે તે પહેલા મંદ મંદ આવતો હતો પછી તેનો ઘોર વધતો ગયો વધ્યા પછી તે ધીમે ધીમે વિલીન થતો હયો. આ અંગે વિજ્ઞાાનીઓને પૂરી શંકા છે કે તે કોઈ UFO કે ફ્લાઇંગ સોસરમાંથી જ આવ્યા હોવા સંભવ છે કે જે જેમ પાસે આવે ત્યારે તેનો ઘોર વધે દૂર જતા ઘટે આને 'ડોપર ઇફેક્ટ' કહેવાય છે.
જે વિષે ડોપ્લર નામના વિજ્ઞાાનીએ સંશોધન પણ કર્યું હતુ. હવે જો તે ધ્વનિ પૃથ્વી પરના કોઈ રેડિયો કે ટી.વી. સ્ટેશન ઉપરથી આવતો હોય તો તે સતત એક સરખો જ રહે તે પહેલા વધતો જાય અને પછી ઘટતો જાય તેવું બની જ શકે નહીં. ટૂંકમાં તે ધ્વનિ પણ રહસ્યમય હતો.