2003ના મુંબઈ બ્લાસ્ટ કેસના મોસ્ટ વૉન્ટેડ આરોપીઓમાં સામેલ બશીર કેનેડાથી પકડાયો, ભારત લવાશે!
મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કર્યા
બશીર સામે 2002-03ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં સામેલ હોવાનો આરોપ છે
image | Envato |
મુંબઈ બોમ્બ બ્લાસ્ટ (2002-03) કેસના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક સીએએમ બશીરની કેનેડિયન સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી છે. તેની સાથે જ મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
બશીર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરાઈ હતી
આતંકીસીએમએ બશીરને ભારતમાં પ્રતિબંધિત ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના પ્રારંભિક કટ્ટરપંથી નેતાઓમાંનો એક ગણવામાં આવે છે. બશીર સામે 2002-03ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં સામેલ હોવાનો આરોપ છે. આ વિસ્ફોટમાં 12 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં અને ઘણા ઘાયલ થયા હતા. આ કેસમાં બશીર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે.
બશીર કેનેડાથી ભાગી રહ્યો હતો ત્યારે પકડાયો
આતંકી બશીરને ચેનેપરંબિલ મોહમ્મદ બશીર તરીકે પણ ઓળખવામાં આવે છે. બશીર કેનેડાથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાયો હતો. બશીર વિરુદ્ધ ઈન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસના આધારે તેની વિરુદ્ધ હત્યા, આતંકવાદી કાવતરું, ષડયંત અને અન્ય આરોપો છે. આ આરોપોમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
પ્રત્યાર્પણ માટે બહેનનું લોહી લેવામાં આવશે
તમને જણાવી દઈએ કે બશીર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ડિસેમ્બર 2002માં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન બ્લાસ્ટ, જાન્યુઆરી 2003માં વિલે પાર્લે બ્લાસ્ટ અને માર્ચ 2003માં મુલુંડ ટ્રેન બ્લાસ્ટ સાથે સંબંધિત છે. મુંબઈ પોલીસે ચાલી રહેલી પ્રત્યાર્પણ પ્રક્રિયાના ભાગરૂપે ડીએનએ પ્રોફાઇલિંગ માટે બશીરની બહેન પાસેથી લોહીના નમૂના લેવા માટે એર્નાકુલમની વિશેષ અદાલત પાસે પરવાનગી માંગી છે.
બશીરે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે
બશીરનો જન્મ વર્ષ 1961માં કેરળના કપરાસેરી ગામમાં થયો હતો, તેણે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો છે. તે અલુવા ટાઉનમાં સિમીના અગ્રણી નેતા તરીકે ઉભરી આવ્યો. 1980 ના દાયકાના અંતે બશીરને સિમીના અખિલ ભારતીય પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, બશીરે ઘણા યુવાનોને આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે પ્રેરિત કર્યા અને યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.