Get The App

અંબાણી પરિવારમાં ફરી ખુશીનો માહોલ, આકાશ ફરી પિતા બન્યા, શ્લોકા અંબાણીએ પુત્રીને જન્મ આપ્યો

આકાશની પત્ની શ્લોકા મહેતાએ આજે ​​એક ‘લક્ષ્મી’ને જન્મ આપ્યો

આકાશ અને શ્લોકાને એક પુત્ર પણ છે, જેનું નામ પૃથ્વી અંબાણી છે

Updated: May 31st, 2023

GS TEAM

Google News
Google News

અંબાણી પરિવારમાં ફરી ખુશીનો માહોલ, આકાશ ફરી પિતા બન્યા, શ્લોકા અંબાણીએ પુત્રીને જન્મ આપ્યો 1 - image

મુંબઈ, તા.31 મે-2023, બુધવાર

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર કિલકિલાટ ગૂંજી ઉઠ્યો છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતાને ફરી માતા-પિતા બનવાનું સુખ મળ્યું છે. મળતા અહેવાલો અનુસાર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ આજે ​​એક ‘લક્ષ્મી’ને જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકાને એક પુત્ર પણ છે, જેનું નામ પૃથ્વી અંબાણી છે.

શ્લોકાએ વર્ષ 2020માં આપ્યો હતો પુત્રને જન્મ

અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાએ આજે ​​એક ‘બેબી ગર્લ’ને જન્મ આપ્યો છે. અંબાણી પરિવારમાં નાની પરીના આગમનથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા વર્ષ 2020માં 10 ડિસેમ્બરે પહેલીવાર માતા-પિતા બન્યા હતા. લગ્નના લગભગ એક વર્ષ બાદ શ્લોકા-આકાશના ઘરમાં કિલકિલાટ ગૂંજ્યો હતો. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. અહેવાલો મુજબ આકાશ અને શ્લોકા બાળપણથી મિત્રો રહેલા છે.

શ્લોકા-આકાશ અંબાણીની લવ સ્ટોરી

અહેવાલો મુજબ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બાળપણના મિત્રો છે. બંને હાઈસ્કૂલમાં સાથે ભણ્યા છે. હાઈસ્કૂલ દરમિયાન આકાશ અંબાણીએ પહેલીવાર શ્લોકા મહેતા સાથે પોતાના દિલની વાત કરી હતી. ત્યારબાદ બંનેએ અલગ-અલગ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. લાંબા સમય સુધી મિત્રો રહ્યા બાદ આકાશ અને શ્લોકાએ વર્ષ 2018માં સગાઈ કરી હતી. ઉલ્લેખનિય છે કે, શ્લોકા મહેતા દિગ્ગજ ડાયમંડ બિઝનેસમેન રસેલ મહેતાની પુત્રી છે.

Tags :