Get The App

MUDA Scamમાં સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી; હવે પુરાવાનો નાશ કરવાનો આરોપ, પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Updated: Oct 3rd, 2024

GS TEAM


Google News
Google News
Siddaramaiah


MUDA Scam Evidence Tempering : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુસીબતો દિવસે ને દિવસે વધી રહી છે. આ કથિત કૌભાંડમાં તપાસના આદેશ બાદ હવે સિદ્ધારમૈયા અને અન્ય સામે એક નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિદ્ધારમૈયા અને  તેમના પુત્ર પર મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં પુરાવાનો નાશ કરવાનો આરોપ છે.

કોણે કરી ફરિયાદ ?

અહેવાલ અનુસાર પ્રદીપ કુમાર નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. કુમારે પુરાવા સાથે ચેડા કરવા અને નાશ કરવાના આરોપ બદલ સિદ્ધારમૈયા અને અન્યો સામે તપાસ અને કેસ નોંધવાની માંગ કરી હતી. ફરિયાદમાં મુખ્યમંત્રીના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાનું નામ પણ છે.

શું છે આ MUDA કૌભાંડ?

મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)એ શહેરી વિકાસ દરમિયાન પોતાની જમીન ગુમાવનારા લોકો માટે એક યોજના લાવી હતી. 50:50 નામની આ યોજનામાં, જમીન ગુમાવનારા લોકો વિકસિત જમીનના 50% હકદાર હતા. પ્રથમ વખત 2009માં લાગુ કરવામાં આવેલ આ સ્કીમ 2020માં તત્કાલીન ભાજપ સરકારે બંધ કરી દીધી હતી.

સરકાર દ્વારા સ્કીમ બંધ કરી દેવામાં આવ્યા પછી પણ મુડાએ 50:50 યોજના હેઠળ જમીનો સંપાદન અને ફાળવણી ચાલુ રાખી હતી. આ સમગ્ર વિવાદ આ સંદર્ભે જ છે. આરોપ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને આ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો.

50:50 સ્કીમમાં CMના પત્નીની સંડોવણી :

આરોપ છે કે મુખ્યમંત્રીની પત્નીની 3 એકર અને 16 ગુંટા (1 ગુંઠા અથવા ગુંટા = 1,089 ચોરસ ફૂટ) જમીન MUDA દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. બદલામાં, અપસ્કેલ વિસ્તારમાં 14 સાઇટ્સ ફાળવવામાં આવી હતી. મૈસુરની બહારની આ જમીન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને તેમના ભાઈ મલ્લિકાર્જુન સ્વામીએ 2010માં ભેટમાં આપી હતી.

CMના પત્ની પાર્વતીએ વળતર માટે અરજી કરી હતી, જેના આધારે MUDAને વિજયનગર-III અને IV ફેઝમાં 14 સાઇટો ફાળવી હતી. રાજ્ય સરકારની 50:50 રેશિયો યોજના હેઠળ કુલ 38,284 ચોરસ ફૂટની ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના પત્નીના નામે ફાળવવામાં આવેલ 14 જગ્યામાં કૌભાંડના આક્ષેપો થઈ રહ્યાં છે. વિપક્ષનો આરોપ છે કે પાર્વતીને MUDA દ્વારા આ જગ્યાઓની ફાળવણીમાં મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. જોકે રસપ્રદ વાત એ પણ છે કે 2021માં ભાજપના શાસન દરમિયાન વિજયનગરમાં મુખ્યમંત્રીની પત્ની પાર્વતીને નવી જગ્યા ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચો:  જેલમાં નીચલી જાતિના કેદીઓથી સફાઈ...' સુપ્રીમ કોર્ટ ભડકી, ભેદભાવ અંગે આપ્યો મોટો આદેશ

Tags :