Get The App

સંસદમાં સુરક્ષા ચૂક વચ્ચે સ્મોક બોમ્બ સળગાવનારની સાંસદોએ પકડીને કેવી હાલત કરી હતી જુઓ VIDEO

આ મામલે અત્યાર સુધી 4 લોકોની અટકાયતના અહેવાલ

બે લોકો સંસદની બહારથી પકડાયા હતા

Updated: Dec 13th, 2023

GS TEAM

Google News
Google News
સંસદમાં સુરક્ષા ચૂક વચ્ચે સ્મોક બોમ્બ સળગાવનારની સાંસદોએ પકડીને કેવી હાલત કરી હતી જુઓ VIDEO 1 - image


Lok Sabha Security Breach: બુધવારે સંસદ પર હુમલાની 22મી વરસીએ મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન બે લોકો સંસદની દર્શકોની ગેલરીમાંથી કૂદીને સંસદમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે સ્મોક બોમ્બ સળગાવી અફરા તફરી મચાવી હતી. જોકે આ બંને લોકોને સાંસદોએ જ પકડી પાડ્યા હતા.

સાંસદોએ કરી ધોલાઇ 

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે કે જ્યારે સાંસદોએ આ લોકોને પકડ્યા તો તેમની જબરદસ્ત ધોલાઈ કરી હતી. સાગર નામના યુવકના તો વાળ પણ ખેંચી કાઢ્યા હતા. તેના પર થપ્પડ અને જૂતાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જ્યારે સંસદની બહાર પણ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમની અટકાયત બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 

સંસદમાં સુરક્ષા ચૂક વચ્ચે સ્મોક બોમ્બ સળગાવનારની સાંસદોએ પકડીને કેવી હાલત કરી હતી જુઓ VIDEO 2 - image

Tags :