Get The App

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ ભાજપમાં જોડાયા, જાણીતા કોમેડિયનના જામીન નકારી ચર્ચામાં આવ્યા

Updated: Jul 14th, 2024

GS TEAM


Google News
Google News
મધ્ય પ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ ભાજપમાં જોડાયા, જાણીતા કોમેડિયનના જામીન નકારી ચર્ચામાં આવ્યા 1 - image


Justice Rohit Arya Join BJP : મધ્ય પ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ રોહિત આર્ય ભાજપમાં જોડાઈ ગયા છે. લગભગ 3 મહિના પહેલા જ તેઓ નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તે ભોપાલમાં  રાજ્યમાં ભાજપના પાર્ટીના વડા ડો. રાઘવેન્દ્ર શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. 

મુનવ્વર ફારુકીને જામીન નહોતા આપ્યા 

12 સપ્ટેમ્બર 2013 ના રોજ તે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા હતા થયા અને 26 માર્ચ 2015 ના રોજ કાયમી ન્યાયાધીશ બન્યા. પૂર્વ જસ્ટિસ રોહિત આર્યની અધ્યક્ષતામાં એવા ઘણા કેસમાં ચુકાદા આવ્યા હતા જે ચર્ચામાં રહ્યા. જેમાં પ્રખ્યાત કોમેડિયન મુનાવર ફારુકીને જામીન આપવાનો ઇનકાર કરવાનો મામલો પણ સામેલ છે. રોહિત આર્ય તેમના કડક વલણ માટે જાણીતા છે. એક કેસની સુનાવણી દરમિયાન સબ ઇન્સ્પેક્ટરનો ઉધડો લઈ નાખતા તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા. 

આ પણ વાંચો

• અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી

 ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી... એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી

 શું ટ્રમ્પ પર જાણી જોઈને હુમલો થવા દેવાયો? રેલીમાં આવેલા લોકોના આરોપથી હડકંપ

 મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' હુમલા પછી ટ્રમ્પનું પહેલું નિવેદન

 મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?

 જ્હોન કેનેડી, ઓબામાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી.. અમેરિકામાં નેતાઓ પર હુમલા થવાની લાંબી છે યાદી

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ ભાજપમાં જોડાયા, જાણીતા કોમેડિયનના જામીન નકારી ચર્ચામાં આવ્યા 2 - image


Tags :