India

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ એક પ્રશંસનીય પગલું ભરીને સમાજમાં નવો આદર્શ સ્થાપિત કરી રહ્યા છે. તેઓ પોતાના નાના પુત્ર ડો. અભિમન્યુ યાદવના લગ્ન સામાન્ય રીતે આર્થિક રીતે નબળા લોકો માટે આયોજિત થતા સામૂહિક વિવાહ સમારોહ દરમિયાન યોજી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન

CM Mohan Yadav: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ એક પ્રશંસનીય પગલું ભરીને સમાજમાં નવો આદર્શ સ્થાપિત કરી રહ્યા છે. તેઓ પોતાના નાના પુત્ર ડો. અભિમન્યુ યાદવના લગ્ન સામાન્ય રીતે આર્થિક રીતે નબળા લોકો માટે આયોજિત થતા સામૂહિક વિવાહ સમારોહ દરમિયાન યોજી રહ્યા છે. 

જ્યારે આજના યુગમાં લગ્ન મોટાભાગે સ્ટેટસ સિમ્બોલ અને સંપત્તિ તથા આર્થિક તાકાતના પ્રદર્શનના અવસરમાં ફેરવાઈ ગયા છે, ત્યારે CMનો આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મુખ્યમંત્રીના પુત્ર ડો. અભિમન્યુ યાદવ અને તેમના થનારા વહુ ડો. ઇશિતા યાદવ પટેલ(બંને ડોક્ટર છે)ના લગ્ન 30 નવેમ્બરના રોજ ઉજ્જૈનના શિપ્રા તટ પર યોજાશે.

કોઈ વિશેષ વ્યવસ્થા કે તામઝામ નહીં

અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા આયોજિત આ સામૂહિક વિવાહ સમારોહમાં CMના પુત્ર સહિત 21 અન્ય યુગલોના લગ્ન પણ થશે. સૌથી ખાસ વાત એ છે કે, મુખ્યમંત્રીના પુત્ર માટે કોઈ વિશેષ વ્યવસ્થા, સજાવટ કે તામઝામ કરવામાં આવી રહ્યો નથી. CMના પુત્રના લગ્ન બાકીના તમામ યુગલોની જેમ જ સંપૂર્ણ સાદગીથી થશે. આયોજનની તૈયારીમાં જોડાયેલા લોકોએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ તેમના આમંત્રણ પત્રોમાં ખાસ વિનંતી કરી છે કે આમંત્રિતો કોઈપણ પ્રકારની ભેટ ન આપે.

આ પણ વાંચો: કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ કરાવનારા ગેંગસ્ટરને દિલ્હીમાંથી પોલીસે ઝડપ્યો

સમાજને મજબૂત સંદેશ

મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા પોતાના સંતાનના લગ્ન સાધારણ રીતે કરવાની આ પ્રથમ ઘટના નથી. ગયા વર્ષે તેમના મોટા પુત્ર વૈભવના લગ્ન પણ રાજસ્થાનમાં ખૂબ જ સાધારણ રીતે કરવામાં આવ્યા હતા. CMની આ પહેલની વ્યાપક ચર્ચા થઈ રહી છે અને આ નિશ્ચિતપણે એવા લોકો માટે એક મોટો સંદેશ છે, જેઓ લગ્નના ખર્ચ પાછળ પોતાની આખી બચત લગાવી દે છે અથવા તો કરજ લઈને ખર્ચ કરે છે. આ નિર્ણય સમાજમાં સાદગી અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડે છે.