FOLLOW US

બાલાઘાટના જંગલમાં ચાર્ટડ પ્લેન ક્રેશ, બે પાયલટના મોત

Updated: Mar 18th, 2023


- આ પ્લેનમાં એક મહિલા ટ્રેઇની પાઇલટ સહિત બે પાયલટ હતા

બાલાઘાટઃ તા. 18 માર્ચ 2023, શનિવાર

મધ્યપ્રદેશના બાલાઘાટમાં શનિવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં બપોરે ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં બે ટ્રેઇની પાયલોટના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે નજીકના ગ્રામજનો દ્વારા ક્રેશ પ્લેનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાટમાળની વચ્ચે એક લાશ દેખાઈ છે. હવે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


આ ઘટના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર વિસ્તારમાં ભકકુટોલાના જંગલમાં બની હતી. મળતી માહિતી પ્રમાણે આ પ્લેનમાં એક મહિલા ટ્રેઇની પાઇલટ સહિત બે પાયલટ હતા. એકની લાશ સળગી ગયેલી હાલતમાં મળી છે, જ્યારે બીજાની શોધ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના બિરસી એરપોર્ટનું ટ્રેઇની એરક્રાફ્ટ હતું.

Gujarat
Magazines