Get The App

'મસ્જિદો હવે ખતરામાં છે, વક્ફની સંપત્તિ જપ્ત કરવાના પ્રયાસ', અસદુદ્દીન ઓવૈસીના કેન્દ્ર સરકાર પર પ્રહાર

Updated: Dec 14th, 2024

GS TEAM

Google News
Google News

'મસ્જિદો હવે ખતરામાં છે, વક્ફની સંપત્તિ જપ્ત કરવાના પ્રયાસ', અસદુદ્દીન ઓવૈસીના કેન્દ્ર સરકાર પર પ્રહાર 1 - image

Asaduddin Owaisi attacks central government : હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં બંધારણના 75 વર્ષ પૂરા થવા પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન આજે બંધારણ પર ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપશે. પીએમ મોદી પહેલા રાહુલ ગાંધીએ લોકસભામાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન AIMIMના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, 'મુસ્લિમોની મસ્જિદો હવે ખતરામાં છે.' આ દરમિયાન તેમણે વક્ફ અને મુસ્લિમોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

અસદુદ્દીને લોકસભામાં કહ્યું કે, 'વડાપ્રધાન કહે છે કે વક્ફનો સંવિધાન સાથે કોઈ સંબંધ નથી. તમે સંવિધાનનો અનુચ્છેદ 26 વાંચી લો. તમે તમારી શક્તિના જોર પર તેને છીનવી લેવા માંગો છો. ઉર્દૂને નાબૂદ કરી દેવામાં આવી. ભાજપનું કલ્ચરલ રીવોલ્યુશન એ હિન્દુત્વ છે. 

આ પણ વાંચો : લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન, એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર

મસ્જિદો હવે ખતરામાં

વધમાં તેમણે જણાવ્યું હતું કે, 'વક્ફની સંપત્તિ છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમો ચૂંટણી જીતી શકતા નથી. મુસ્લિમ દીકરીઓને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહી છે. મસ્જિદો હવે જોખમમાં છે. અને ગૌરક્ષકો હત્યા કરી રહ્યા છે.' આ સિવાય તેમણે સચ્ચર સમિતિના અહેવાલને સીમાંકન દરમિયાન ધ્યાનમાં લેવું જોઈએ તેવું જણાવ્યું હતું. 

'મસ્જિદો હવે ખતરામાં છે, વક્ફની સંપત્તિ જપ્ત કરવાના પ્રયાસ', અસદુદ્દીન ઓવૈસીના કેન્દ્ર સરકાર પર પ્રહાર 2 - image


Tags :