લાલ કિલ્લા હિંસા બાદ 100 કરતા વધારે પ્રદર્શનકારી ખેડૂતો ગાયબ, પરિજનો ચિંતીત
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર
પ્રજાસત્તાક પર્વના દિવસે રાજધાની દિલ્હીમાં ખેડૂતો દ્નારા ટ્રેક્ટર પરેડ કાઢવનામાં આવી હતી. પરેડે હિંસક સ્વરુપ ધારમ કર્યુ હતું. અનેક જગ્યાઓ પર તોડફોડ થઇ, પોલીસ પર હૂમલા થયા, પોલીસ અને ખેડૂતોનું ઘર્ષણ થયું. ત્યારબાદ લાલ કિલ્લા ઉપર જે ઘટના થઇ તેનાથી આખા દેશની લાગણો દુભાણી. આ તમામ ઘટનાના આફ્ટર શોક હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે.
લાલ કિલ્લા પર થેયેલી હિંસક ઘટના બાદ 100 કરતા પણ વધારે પ્રદર્શનકારી ખેડૂતો લાપતા છે. અત્યાર સુધી પોલીસે માત્ર 18 ખેડૂતો વિશે કન્ફર્મ કર્યુ છે કે તેમની ધરપકડ કરાઇ છે. જ્યારે બાકીના ખેડૂતોની કિ ભાળ મળતી નથી. જેના કારણે તેમના પરિવારોમાં ચિંતાનો માહોલ છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી 7 ખેડૂતો બઠિંડા જિલ્લાના તલવંડી સબો ઉપમંડલ અંતર્ગત આવતા બંગી નિહાલ સંગ ગામના રહેવાસી છે. આ ખેડૂતોને પોલીસે ખેડૂત રેલી દરમિયાન લાલ કિલ્લા પર હિંસાના આરોપમાં પકડ્યા છે.
આ ખેડૂતો 23 જાન્યુઆરીના રોજ બે ટ્રેક્ટર પર સાવર થઇને દિલ્હી માટે રવાના થયા હતા. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ દિલહીના પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશનમાં થેયલી એફઆઇઆર અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે મોગાના 11 પ્રદર્શનકારીઓની નાંગલોઇ પોલિસે ધરપકડ કરી હતી, જેને હવે તિહાડ જેલમાં મોકલી દેવાયા છે. મોગા વિસ્તારના જ તાતરી વાલા ગામના 12 લોકો 26 જાન્યુઆરીની ઘટના બાદથી જ લાપતા છે. તો અન્ય એક ખેડૂત ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં દાખલ હોવાની વાત સામે આવી છે.
પંજાબ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇજેશન નામની એક એનજીએએ કહ્યું કે પંજાબથી દિલ્હીમાં ટ્રેક્ટર પરેડમાં ભાગ લેવા માટે આવેલા 100 કરતા વધારે ખેડૂતો લાપતા છે.