સરકારી નોકરીઓમાં આવી રહી છે મોટી ભરતી, CAPFમાં 1 લાખથી વધુ જગ્યા ખાલી, 72 હજાર પદો પર ભરતી પ્રક્રિયા શરૂ
Vacancies In CAPF and Assam Rifles : કેન્દ્ર સરકારીની ભરતીની તૈયારી કરનારા મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સમાં 1 લાખથી વધુ જગ્યાઓ ખાલી હોવાને લઈને બુધવારે (23 જુલાઈ) કેન્દ્ર સરકારે જાણકારી આપી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં CAPF અને આસામ રાઈફલ્સ (AR)માં નવી બટાલીયનની સ્થાપના, નવા પદોનું સર્જન સહિતના કારણે 71,231 નવી જગ્યાઓ ઊભી થઈ છે.
કેન્દ્રીય ગૃહ વિભાગના આંકડા મુજબ, CAPF અને આસામ રાઇફલ્સમાં 1,00,204 ખાલી જગ્યાઓ છે, જ્યારે CRPFમાં 33,730 જગ્યાઓ ખાલી છે. 30 ઓક્ટોબર સુધીમાં, CISF માં 31,782, BSF માં 12,808, ITBP માં 9,861, SSB માં 8,646 અને AR માં 3,377 કર્મચારીઓ હતા. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, 'મંત્રાલય UPSC, SSC અને સંબંધિત દળો દ્વારા ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.'
આ પણ વાંચો: ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, સ્પેશિયલ ટ્રેનની કનેક્ટિવિટી વધારી
તેમણે કહ્યું કે, 'સરકારે ભરતી વધારવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે. જેમાં મેડિકલ ચેકિંગમાં લાગતો સમય, કોન્સ્ટેબલ-GD માટે ઉમેદવારોની પસંદગીને લઈને કટ-ઓફને ધ્યાને લેવામાં આવશે. 2020થી ઓક્ટોબર 2024 વચ્ચે 42,797 CAPF અને આસામ રાઇફલ્સના જવાનોએ 100 દિવસની રજા માણી છે. જ્યારે વીર પોર્ટલના માધ્યમથી શહીદને અન્ય નાણાકીય હકો ઉપરાંત 25 લાખ રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે.'