mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મોહન માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળના બે નાયબ મુખ્યમંત્રી પર પણ મહોર

Updated: Jun 11th, 2024

મોહન માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળના બે નાયબ મુખ્યમંત્રી પર પણ મહોર 1 - image


Odisha New CM: મોહન ચરણ માઝી ઓડિશાના 16મા મુખ્યમંત્રી હશે. તે ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીની પણ જાહેર કરવામાં આવી છે, જેમાં છ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કે.વી. સિંહ દેવ અને પ્રવતિ પરિદાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને મુખ્યમંત્રીની પસંદગી માટે ઓડિશા પહોંચ્યા હતા. અહીં ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સંરક્ષણ મંત્રીએ મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝીના નામની જાહેરાત કરી હતી. 

મોહન ચરણ માઝી બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે

મોહન ચરણ માઝીની રાજકીય કારકિર્દી સરપંચ (1997-2000) તરીકે શરૂ થઈ હતી. તે પહેલીવાર 2000માં ક્યોઝરથી રાજ્ય વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ચાર વખત ધારાસભ્ય છે અને સતત ક્યોઝર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ રાજ્યમાં ભાજપના આદિવાસી નેતા છે, જે હવે બુધવારે (12મી જૂન) મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 

ઓડિશાના બે નાયબ સીએમ કોણ છે?

ઓડિશાના નવા નાયબ મુખ્યમંત્રી કે.વી. સિંહ દેવ રાજવી પરિવારમાંથી આવે છે. તે પટનાગઢ વિધાનસભા બેઠકથી છઠ્ઠીવા ર જીત્યા છે. તેઓ અગાઉ ભાજપ-બીજેડી ગઠબંધન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. જ્યારે નિમપાડા વિધાનસભા બેઠકથી પ્રવતિ પરિદા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તે ઓડિશામાં ભાજપની મહિલા પાંખના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામ

ઓડિશાની 147 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 78 બેઠકો જીતી છે અને પોતાના દમ પર બહુમતી હાંસલ કરી છે. જ્યારે 24 વર્ષથી સત્તામાં રહેલી પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજેડી બીજા ક્રમે છે. બીજેડીને 51 બેઠકો મળી હતી. કોંગ્રેસને 14 અને સીપીઆઈ (એમ)ને એક બેઠક મળી છે. આ વિધાનસભા ચૂંટણીમાં 3 અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે. 


Gujarat