India

PoKમાં બળવા વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન- ઘરના એક રૂમ પર કોઈ બીજાનો કબજો, જે પરત લઈશું

By GS TEAM
5 Oct 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં લોકો બળવો કરી રહ્યા છે. એવામાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે અખંડ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સતનામાં ગુરુદ્વારાના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાગવતે કહ્યું છે કે આપણાં ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. આપણે તે પાછો લેવાનો છે. જે લોકો ત્યાં પોતાનું ઘર છોડીને અહીં આવ્યા છે, કાલે ઊઠીને એ મકાન પણ આપણે પાછું લેવાનું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PoKમાં બળવા વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન- ઘરના એક રૂમ પર કોઈ બીજાનો કબજો, જે પરત લઈશું

Mohan Bhagwat Statement On PoK : પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં લોકો બળવો કરી રહ્યા છે. એવામાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે અખંડ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સતનામાં ગુરુદ્વારાના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાગવતે કહ્યું છે કે આપણાં ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. આપણે તે પાછો લેવાનો છે. જે લોકો ત્યાં પોતાનું ઘર છોડીને અહીં આવ્યા છે, કાલે ઊઠીને એ મકાન પણ આપણે પાછું લેવાનું છે. 

મોહન ભાગવતે કહ્યું હતું, કે 'આપણી ભાષા, સંપ્રદાય ભલે ભિન્ન હોય પણ સત્ય તો એ જ છે કે આપણે સૌ હિન્દુ છીએ. એક ચતુર અંગ્રેજ અહીં આવ્યો, આપણી સાથે લડ્યો, અને આપણાં પર રાજ કર્યું. તેણે આપણાં હાથમાંથી આધ્યાત્મિકતાનું દર્પણ છીનવી લીધું. તેને બદલે ભૌતિકવાદનું તૂટેલું દર્પણ હાથમાં પકડાવ્યું. જે બાદ આપણે સૌ ખુદને એકબીજાથી અલગ માનવા લાગ્યા અને નાની નાની વાતમાં વિવાદ શરૂ થયા.' 

મકાન અને જમીન પર ફરી કબજો કરવાનો છે : ભાગવત 

અખંડ ભારતની વાત કરતાં મોહન ભાગવતે કહ્યું, કે પ્રસન્નતાની વાત છે કે ભાગલા પડ્યા બાદ સિંધી સમાજના લોકો પાકિસ્તાન ન ગયા પરંતુ ભારતમાં આવ્યા. જે લોકો પોતાનું ઘર, કપડાં, જમીન ત્યાં છોડીને આવ્યા તેના પર કબજો કરી લેવાયો. કાલે ઊઠીને આપણે તે પાછું લેવાનું છે. 

આ પણ વાંચો: કટકમાં ભારેલો અગ્નિ: દુર્ગા મૂર્તિ વિસર્જનમાં બે જૂથ વચ્ચે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ

ભાષાઓ અનેક પણ ભાવ તો એક જ 

ભાષા મુદ્દે વિવિધ રાજ્યોમાં ચાલતા વિવાદ અંગે ભાગવતે કહ્યું, કે 'ભારતમાં ભાષાઓ અનેક છે પરંતુ ભાવ એક જ છે. આ દેશની દરેક ભાષા ભારતની રાષ્ટ્રભાષા છે. પ્રત્યેક નાગરિકને ઓછામાં ઓછી ત્રણ ભાષા તો આવડવી જ જોઈએ. એક સ્થાનિક ભાષા, બીજી જે રાજ્યમાં રહેતા હોવ તેની ભાષા અને ત્રીજી રાષ્ટ્રની ભાષા.