Get The App

વિશ્વના સૌથી વિશાળ હોલ ફલકનુમા પેલેસમાં મોદી ઈવાન્કાનું સ્વાગત કરશે

- ઈવાન્કાને આવકારવા હૈદરાબાદ શણગારાયું

- ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ૨૮મી નવેમ્બરે ભારતના પ્રવાસ આવશે : હૈદરાબાદમાં ગ્લોબલ ઈકોનોમિક સમિ

Updated: Nov 25th, 2017

GS TEAM

Google News
Google News

ઇવાન્કાને જડબેસલાક સુરક્ષા આપવા તડામાર તૈયારીઓ લોકોને શહેરના મહત્ત્વના સ્થળોએ હરવા-ફરવા પર પ્રતિબંધ
(પીટીઆઈ) હૈદરાબાદ, તા. 24 નવેમ્બર, 2017, શુક્રવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ ૨૮મી નવેમ્બરે ત્રણ દિવસ માટે ભારતની યાત્રાએ આવશે. હૈદરાબાદની ઈકોનોમિક સમિટમાં હાજરી આપવા આવી રહેલી ઈવાન્કાનું સ્વાગત કરવા માટે તડમાર તૈયારીઓ શરૃ થઈ ગઈ છે. હૈદરાબાદમાં આવેલા વિશ્વના સૌથી વિશાળ હોલ - ફલકનુમા પેલેસમાં વડાપ્રધાન મોદી ઈવાન્કાનું સ્વાગત કરશે. આ હોલમાં ઈવાન્કાના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આ હોલમાં જ ૧૦૦ ચૂનંદા મહેમાનો સાથે મોદી ઈવાન્કા સાથે ડિનર લેશે. ઈવાન્કાના મેનુમાં ભારતની તમાામ ડિશનો સમાવેશ થશે. એમાં સ્થાનિક વાનગી હૈદરાબાદની વિખ્યાત બિરયાનીનો પણ સમાવેશ થયો છે.

ભારત-અમેરિકી ગ્લોબલ ઈકોનોમિક સમિટ-૨૦૧૭માં ઈવાન્કા ટ્રમ્પ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. એમની ત્રણ દિવસની આ મુલાકાત માટે હૈદરાબાદ શહેરને શણગારાયું છે. રસ્તા અને ફૂટપાથોમા સમારકામ થયું છે અને સાફ સૂથરા બનાવાયા છે. પેલેસ અને તેની આસપાસની જગ્યાઓ શણગારવામાં આવી છે. જોકે, સુરક્ષાના કારણોસર લોકોને મહત્વના સ્થળો ઉપર ફરવા ઉપર ૩૦મી સુધી પ્રતિબંધ મૂકાયો છે.

ઈવાન્કા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના હૈદરાબાદ આગમનના પગલે હૈદરાબાદ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. પેલેસની ફરતે સુરક્ષાની તડમાર તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. સ્નાઈપર્સની મદદથી સુરક્ષામાં નજર રખાશે. પોલીસે છેલ્લાં બે દિવસમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશનો હાથ ધર્યા હતા. ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, ફલકનુમા પેલેસ અને મિયાપુર - આ ત્રણ સ્થળોએ ઈવાન્કાના કાર્યક્રમો છે. એટલે પોલીસે આ ત્રણેય સ્થળોએ સર્ચ ઓપરેશનો હાથ ધર્યા હતા.

હૈદરાબાદ પોલીસ કમિશ્નર વી.વી. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે ૨૮મીએ ઈવાન્કા ટ્રમ્પ આવશે એ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે મિયાપુરમાં હૈદરાબાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ધાટન થશે. એ પછી વડાપ્રધાન ઈન્ટરનેશન કન્વેન્શન સેન્ટરમાં જશે અને ત્યાં ગ્લોબલ ઈકોનોમિક સમિટનું ઉદ્ધાટન કરશે. આ કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે માટે ૨૨૦૦ પોલીસ જવાનોને તૈનાત રખાશે.

Tags :