ખેડૂતો માટે મોદી સરકારનો મહત્વનો નિર્ણયઃ નહીં વધે આ ફર્ટિલાઈઝર્સની કિંમતો, સબસિડી વધારવાની પણ જાહેરાત
- કેબિનેટની મહત્વની બેઠકમાં ફાસ્પેટિક અને પોટાશિક ફર્ટિલાઈઝર માટે એડિશનલ 28,655 કરોડની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર
મોદી કેબિનેટે ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ફાસ્પેટિક અને પોટાશિક ખાતરની કિંમતોમાં વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સરકારે બંને ખાતરો પરની સબસિડી વધારવાનો પણ નિર્ણય લીધો છે. આર્થિક મામલાઓની મંત્રી મંડળીય સમિતિ (સીસીઈએ)એ 2021-2022ના વર્ષ માટે ફાસ્ફેટિક અને પોટાશ ખાતરોની વધેલી કિંમત પાછી લેવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ફાસ્ફેટિક અને પોટાશ ફર્ટિલાઈઝર પર પ્રતિ બેગ 438 રૂપિયાની સબસિડી વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ યોજાયેલી મોદી કેબિનેટની મહત્વની બેઠકમાં ફાસ્પેટિક અને પોટાશિક ફર્ટિલાઈઝર માટે એડિશનલ 28,655 કરોડની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની અધ્યક્ષતામાં સીસીઈએ દ્વારા ઓક્ટોબર 2021થી માર્ચ 2022ની અવધિ માટે એનપી એન્ડના ફર્ટિલાઈઝર્સ એટલે કે ફાસ્પેટિક અને પોટાશિક ખાતર માટે પોષક તત્વ આધારીત સબસિડીને મંજૂરી આપી છે. એક તરફ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત પ્રદર્શનો કરી રહ્યા છે તેવા સમયમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.