Get The App

શિન્ઝો આબેના મૃત્યુ અંગે મોદી, બાયડન અને આલ્બાનીઝનો સંયુક્ત શોક સંદેશ

Updated: Jul 9th, 2022

GS TEAM

Google News
Google News
શિન્ઝો આબેના મૃત્યુ અંગે મોદી, બાયડન અને આલ્બાનીઝનો સંયુક્ત શોક સંદેશ 1 - image


- ભાગ્યે જ પ્રસિદ્ધ કરાતા સંયુક્ત નિવેદન દ્વારા ત્રણે નેતાઓએ આબેને આપેલી ભવ્ય શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી : ભાગ્યે જ પ્રસિદ્ધ કરાતા સંયુક્ત શોક સંદેશમાં ભારત, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના અગ્રણીઓએ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો ઑબેને ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓએ જાપાનના પૂર્વ વડાપ્રધાનની હત્યા અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.

અમેરિકાના પ્રમુખ જો બાયડન, વડાપ્રધાન મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે આ શોક સંદેશા સાથે જાહેર કર્યું હતું કે, આ વિસ્તારમાં શાંતિ અને સમૃદ્ધિના વિકાસ માટે તેઓ બમણી શક્તિથી પ્રયાસો શરૂ કરી દેશે.

આ સંદેશામાં તેઓએ આબેને જાપાનના 'પરિવર્તનકારી' નેતા તરીકે જણાવ્યા હતા અને જાપાનના ત્રણે દેશો સાથેના સંબંધોને દ્રઢીભૂત કરવામાં તેઓના પ્રદાનની સરાહના કરી હતી. વિશેષતઃ ચીનની વધતી જતી લશ્કરી તાકાત સામે તેઓએ ગાઢ બનાવેલા સંબંધોને પણ બિરદાવ્યા હતા.

આબેએ એશિયા- પેસિફિક વિસ્તારમાં સત્તાની સમતુલા જાળવવામાં કરેલા પ્રયાસો પ્રત્યે આ ત્રણે નેતાઓએ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, તેમના પ્રયાસોને લીધે જ અત્યારે 'ક્વૉડ' નામનું સંગઠન રચાઈ શક્યું છે. તેઓએ આ ક્વૉડની રચનામાં સક્રિય પ્રદાન પણ કર્યું હતું અને મુક્ત તથા ખુલ્લા ઇન્ડો-પેસેફિક વિસ્તાર માટે અથાક પ્રયત્નો કર્યા હતા.

Tags :