FOLLOW US

'Mocha'વાવાઝોડાનું આજે વિકરાળ રૂપ જોવા મળશે, ગુજરાત પર થશે વિપરીત અસર

135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે

બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા

Updated: May 12th, 2023


ભારતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 'મોચા'  વાવાઝોડાનો સંકટ સક્રિય થતો જોવા મળે છે. હવામન વિભાગ અનુસાર, આજે આ વાવાઝોડું તોફાનની સ્થિતિમાં ફેરવાઈ શકે છે. પરિણામે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આ વાવાઝોડાની થશે વિપરીત અસર

ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગઈકાલે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. આ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. સાથે જ 'મોચા' વાવાઝોડાના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે.

હવામાન વિભાગે ભારે વરસાદને લઈ જાહેર કરી ચેતવણી 

હવામાન વિભાગનું કહેવું છે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે અને ત્યાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અનુમાન છે કે, દક્ષિણપૂર્વ બંગાળમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થઈ શકે છે. 


Gujarat
English
Magazines