Get The App

જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો 1 - image


Supreme Court News : એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈપણ ભરતી જાહેરાત હેઠળ અરજી કરવા માટે જાહેરાતમાં દર્શાવેલ ચોક્કસ ફોર્મેટમાં જાતિ પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે. કોઈપણ ઉમેદવાર ફક્ત અનામત કેટેગરીના હોવાના આધારે આ જોગવાઈમાંથી મુક્તિનો દાવો કરી ન શકે. 

ખરેખર શું હતો મામલો? 

જસ્ટિસ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ (UPPRPB) દ્વારા જારી કરાયેલ જાહેરાત હેઠળ એક ઉમેદવાર દ્વારા કરાયેલી અરજીના સંબંધમાં કરી હતી. ઉમેદવારે કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ફોર્મેટમાં OBC (અન્ય પછાત વર્ગ) પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જ્યારે જાહેરાતમાં સ્પષ્ટપણે રાજ્ય સરકાર દ્વારા નક્કી ફોર્મેટમાં પ્રમાણપત્રની માંગ કરવામાં આવી હતી. નક્કી ફોર્મેટમાં પ્રમાણપત્ર સબમિટ ન કરવામાં આવતા ઉમેદવારને બિનઅનામત કેટેગરીમાં ગણવામાં આવ્યો હતો. 

હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન 

જ્યારે આ આધારે ઉમેદવારને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યો, ત્યારે તેણે સૌપ્રથમ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને કહ્યું કે ભરતી જાહેરાતના નિયમો અને શરતોનું પાલન કરવું દરેક ઉમેદવારની ફરજ છે.

પ્રમાણપત્ર ફોર્મેટની અવગણના બદલ ભરતીમાં કોઈ છૂટ નથી

ન્યાયાધીશ દત્તાએ આપેલા ચુકાદામાં 2013ના કેસ, રજિસ્ટ્રાર જનરલ, કલકત્તા હાઇકોર્ટ વિરુદ્ધ શ્રીનિવાસ પ્રસાદ શાહ (2013) 12 SCC 364નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો પ્રમાણપત્ર નિર્ધારિત ફોર્મેટમાં ન હોય અને સક્ષમ અધિકારી દ્વારા જારી ન કરવામાં આવે તો તે ઉમેદવારની પાત્રતા પર પ્રતિકૂળ અસર કરશે.

Tags :