મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં લાખો ટન સોનાનો ભંડાર મળ્યો, જીએસાઇની રિપોર્ટમાં ખુલાસો
- આ વિસ્તારમાં 70 લાખ ટન કરતા પણ વધારે સોનુ હોવાનું અનુમાન
ભોપાલ, તા. 15 જુલાઇ, બુધવાર
મધ્ય પ્રદેશનો સિંગરોલી જિલ્લો વર્તમાન સમયે દેશભરમાં ઉર્જાધાની તરીકે ઓળખ ધરાવે છે, કારણ કે સિંગરોલીમાં કોલસાની ખાણો આવેલી છે. સાથે જ વિજળી ઉત્પાદનમાં પણ સિંગરોલી શહેરનું નામ છે. ત્યારે ટૂંક સમયમાં જ સિંગરોલી સોનુ ઉતાપદન કરતો જિલ્લો પણ બની જશે. કારણ કે સિંગરોલી જિલ્લામાંLr સોનાનો ભંડાર મળ્યો છે. જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે જીએસઆઇના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. હાલમાં આ સોનાના ભંડારને નીલામ કરવાની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે.
સિંગરોલી જિલ્લામાં સોનાનો એટલો મોટો ભંડાર મળ્યો છે કે બે સોનાની ખાણો સ્થાપિત થઇ શકશે. જિલ્લાના ચિતરંગી વિસ્તારના ચકરીયા ગામમાં પહેલાથી જ એક ગોલ્ડ બ્લોક બનાવવામાં આવ્યો છે, જેની નીલામી પણ થઇ ચુકી છે. ત્યારબાદ હવે આ ચિતરંગી વિસ્તારમાં જ નવો ભંડાર મળ્યો છે. સોનાના આ નવા ભંડારને સિલ્ફોરી અને સિંધિયા વિસ્તારમાં ચિહ્નિત કરાયો છે. આ વિસ્તારમાં 7.29 મિલિટન ટન એટલે કે 70 લાખ ટન કરતા પણ વધારે સોનુ હોવાનું અનુમાન છે.
જીએસઆઇ દ્વારા હાલમાં તમામ માહિતિ એકત્ર કરવામાં આવી રહી છે. ઉપરાંત નવો બ્લોક પણ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ નીલામીની પ્રક્રિયા શરુ થશે. સિંગરોલીના ખનિજ અધિકારી એકે રાયે જણાવ્યું કે બ્લેક ડાયમંડ(કોલસો)ની સાથે હવે સિંગરોલી સોનુ ઉત્પાદન કરતો જિલ્લો પણ બની ગયો છે. સોનાની ખાણના લીધે રોજગાર તો મળશે જ સાથે જિલ્લાને રાષ્ટ્રિય સ્તર પર ઓળખ પણ મળશે.