કરોડોની રોલ્સ રોયસ કારને બનાવી દીધી ટેક્સી, આટલું ભાડુ ચુકવી કરી શકશો મુસાફરી
આ કારમાં ફરવા માટે તમારે તેનુ સ્પેશિયલ પેકેજ લેવુ પડશે
રિસોર્ટના માલિકે કરોડોની કારને હરાજીમાંથી ખરીદી મોડીફાઇ કરાવી
Image Twitter |
તા. 23 ફેબ્રુઆરી 2023, ગુરુવાર
રોલ્સ રોયસની કાર એક લકઝરી કાર માની એક છે. આ માત્ર એક કાર નથી પરંતુ તે સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. કારણ કે તેની કિંમત કરોડોમાં છે. પરંતુ નવાઈની વાત એ છે કે હવે આ કરોડો રુપિયાની આ કાર તમને ટેક્સીનાં રુપમાં જોવા મળશે.
રિસોર્ટના માલિકે કરોડોની કારને હરાજીમાંથી ખરીદી મોડીફાઇ કરાવી
રોલ્સ રોયસ VII LWB કારને ટેક્સીમાં કનવર્ટ કરાવનાર કેરળમાં મોટો વ્યવસાચ ધરાવે છે. તેઓ ઓક્સીજન રિસોર્ટના માલિક છે. તેમનુ નામ બોબી ચેમ્બુર છે અને તેમણે આ રોલ્સ રોયસ કારને એવા ઉદ્દેશ્યથી ખરીદી હતી કે જેમાં તેમની રિસોર્ટમાં આવતા મહેમાનો શહેરમાં ફરવા માટે તેનુ ભાડુ ચુકવી ફરી શકે. રોલ્સ રોયસ કારના માલિકનું કહેવુ છે કે આમ તો આ કારની કિંમત 12 કરોડ છે. પરંતુ તેમણે એક હરાજીમાંથી આ કારને ખરીદી હતી. એટલા માટે તેમને આ કાર એટલી મોંઘી નથી પડી. એ પછી કારને મોડીફાઈ કરવામાં આવી હતી. અને તેમા તેનો ગોલ્ડન કલર કરી રંગવામાં આવી હતી.
કારની સફર માણવા માટે તમારે તેનુ સ્પેશિયલ પેકેજ લેવુ પડશે
કેરળમાં ઓક્સીજન રિસોર્ટના ધરાવતા બોબી ચેમ્બુરે આ રોલ્સ રોયસ VII LWB કારને ટેક્સીમાં કનવર્ટ કરવી છે. જેમાં આ કારની સફર માણવા માટે તમારે તેનુ સ્પેશિયલ પેકેજ લેવુ પડશે. આ પેકેજ સાથે કેરળ શહેરમાં જવા માંગતા લોકોએ 25000 ભાડુ ચુકવી આ કારની સફર કરી શકશે. આ કાર દ્વારા ઓક્સીજન રિસોર્ટથી 300 કિલોમીટર સુધીની સફર કરી શકશે અને ઓક્સીજન રિસોર્ટમાં 2 થી 3 દિવસ રોકાણ કરી શકે છે. આ પેકેજની કિંમત વાસ્તવમાં ખરેખર બહુ જ ઓછી છે. બોબીના કહેવા પ્રમાણે રોલ્સ રોયસ કારમાં મુસાફરી કરવી હોય તો 80 કિલોમીટરની મુસાફરી માટે 4.5 લાખ સુધી ચુકવવી પડે. જે આ રિસોર્ટ દ્વારા ખૂબ ઓછા દરે પેકેજ આપવામાં આવ્યું છે.