Get The App

મિયા ખલીફાએ ખેડૂત આંદોલન મામલે કરી વધુ એક ટ્વીટ, પૈસાને લઈ કહી દીધી આ વાત

Updated: Feb 8th, 2021

GS TEAM

Google News
Google News
મિયા ખલીફાએ ખેડૂત આંદોલન મામલે કરી વધુ એક ટ્વીટ, પૈસાને લઈ કહી દીધી આ વાત 1 - image


- જ્યાં સુધી પૈસા ન મળે ત્યાં સુધી અમે ટ્વીટ કરતા રહીશું

નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી, 2021, સોમવાર

પોપ સ્ટાર રિહાના બાદ એડલ્ટ ફિલ્મ સ્ટાર મિયા ખલીફાએ જ્યારથી ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે ત્યારથી તે ટ્રોલર્સના નિશાન પર આવી ગઈ છે. તેના અનેક મિમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે મિયા પણ પાછીપાની કરવા તૈયાર નથી અને તે મજબૂતાઈથી ટ્રોલર્સને જવાબો આપી રહી છે. હાલમાં તેણે પેઈડ ટ્વીટ મામલે જવાબ આપ્યો છે. મિયાએ જવાબમાં લખ્યું હતું કે, 'અમે જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી ટ્વીટ કરવાનું ચાલુ રાખીશું.'

અગાઉ અમાંડા સર્નીએ પણ લખ્યું હતું કે, લોકો પૈસાની વાત કરી રહ્યા છે. આ મુદ્દે મને અનેક સવાલ થઈ રહ્યા છે. મને કોણ પૈસા આપી રહ્યું છે? કેટલા પૈસા મળી રહ્યા છે? મેં અનેક ટ્વીટ કરી છે... શું મને એક્સ્ટ્રા પૈસા મળશે?

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરનારી મિયા ખલીફા પર અનેક લોકોએ નિશાન સાધ્યું છે. કેટલીક જગ્યાએ મિયા ખલીફાના પોસ્ટર્સ સળગાવવામાં આવ્યા હતા અને તેના પોર્ન પાસ્ટને લઈને પણ નિશાન સાધવામાં આવ્યું હતું. 


Tags :