India

‘મનરેગા’ વિવાદ વચ્ચે CM મમતાનો માસ્ટરસ્ટ્રોક : ‘કર્મશ્રી’ યોજનાનું નામ બદલી નાખ્યું

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર દ્વારા 'મનરેગા' યોજનાનું નામ બદલીને 'જી રામ જી' કરવાના નિર્ણય સામે વિપક્ષી દળોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતો પ્રહાર કરતા પોતાની રાજ્ય સરકારની જોબ ગેરંટી યોજના ‘કર્મશ્રી’નું નામ બદલીને હવે ‘મહાત્મા-શ્રી’ કરી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘મનરેગા’ વિવાદ વચ્ચે CM મમતાનો માસ્ટરસ્ટ્રોક : ‘કર્મશ્રી’ યોજનાનું નામ બદલી નાખ્યું

West Bengal Karma Shree renamed as Mahatma Shree : કેન્દ્ર સરકાર દ્વારા 'મનરેગા' યોજનાનું નામ બદલીને 'જી રામ જી' કરવાના નિર્ણય સામે વિપક્ષી દળોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતો પ્રહાર કરતા પોતાની રાજ્ય સરકારની જોબ ગેરંટી યોજના ‘કર્મશ્રી’નું નામ બદલીને હવે ‘મહાત્મા-શ્રી’ કરી દીધું છે.

સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં : મમતા

મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee)એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘મહાત્મા ગાંધીના સન્માન સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને જો કોઈ તેમનું સન્માન કરવાનું ન જાણતું હોય તો બંગાળ બતાવશે કે સાચું સન્માન કોને કહેવાય.’

2024માં શરૂ કરાઈ હતી યોજના

બંગાળ સરકારની આ યોજના વર્ષ 2024માં શરૂ કરવામાં આવી હતી, જે સંપૂર્ણપણે રાજ્ય સરકારના ભંડોળથી ચાલે છે. આ યોજના હેઠળ 90 લાખથી વધુ જોબ કાર્ડ ધારકોને અત્યાર સુધીમાં 101.5 કરોડ માનવ-દિવસનું કામ પૂરું પાડવામાં આવ્યું છે. આ યોજનામાં ગ્રામીણ પરિવારોને વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે. બંગાળ સરકારે 58 લાખ મજૂરોને 6919 કરોડ રૂપિયાની મનરેગાની બાકી મજૂરીની ચૂકવણી પણ કરી દીધી છે.

આ પણ વાંચો : VIDEO : મુંબઈમાં દારુડિયા ડ્રાઈવરે નોરા ફતેહીની કારને ટક્કર મારી, અભિનેત્રીને સામાન્ય ઈજા

મનરેગાનું નામ બદલાતા કોંગ્રેસે પણ કેન્દ્ર પર સાધ્યું નિશાન

બીજી તરફ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ આ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ‘છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકારે ગ્રામીણ ગરીબો અને વંચિતોના હિતોને નજરઅંદાજ કરીને મનરેગાને નબળી પાડવાના તમામ પ્રયાસો કર્યા છે. કોવિડના કપરા સમયમાં જે યોજના ગરીબો માટે સંજીવની સાબિત થઈ હતી તેના પર સરકારે હવે બુલડોઝર ચલાવી દીધું છે. કોઈપણ ચર્ચા કે સલાહ વગર યોજનાનું સ્વરૂપ બદલી દેવામાં આવ્યું છે અને મહાત્મા ગાંધીનું નામ પણ હટાવી દેવાયું છે.’

આ પણ વાંચો : જમ્મુમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી