Maharashtra Election Funny Memes: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતીના વિજય અને મહાવિકાસ આઘાડીના પરાજયના પગલે સોશ્યલ મિડિયામાં મજેદાર મીમ્સનું જાણે મહાપૂર આવ્યું હતું. કોઈ ફળદ્રુપ ભેજાવાળાએ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો ફોટો મૂકી કેપ્શનમાં લખ્યું હતું કે, 'હવે તારા પપ્પા પણ ઘરે અને મારા પપ્પા પણ ઘરે.' 'કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને પૂછે છે કે ઈવીએમ કા રોના કબ સે ચાલું ક રના હૈ ? ત્યારે રાહુલ બે આંગળી દેખાડી જવાબ આપે છે કે દો બજે કે બાદ...' આ ફોટો બહુ વાઇરલ થયો હતો.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે વેપારીઓને મિલાવટખોર અને ખોટાડા કહી વગોવ્યા એટલે વેપારી આલમે બરાબરનો પાઠ ભણાવ્યો. એટલે વેપારીઓના ગ્રુપમાં મેસેજ ફરતો થયો. 'અચ્છે કો વોટ ઔર બુરે કો ચોટ દેના હમ જાનતે હૈ.'
એમવીએની હારથી શરદ પવાર દુઃખીના દાબિયા થઈ ગયા એટલે કોઇએ એમનો ફોટો મૂકી ફેરવીને નામ લખ્યું દરદ પવાર.
પંડિત એનસીપી (શરદ પવાર જૂથ)ના મોભી શરદ પવાર વાંકા વળીને ટીવી સ્કીન પર કમળને જુએ છે અને નીચે મરાઠી પ્રાથમિક ધોરણમાં ભણાવવામાં આવતું કાના-માત્રા વિનાનું વાક્ય લખ્યું કે, 'શરદ કમળ બઘ (શરદ કમળ જો) આ ફોટો ખૂબ જ વાઈરલ થયો છે.
નાણા વટી રે સાજન બેઠું માંડવે એ લગ્ન ગીત ગવાતું જાય અને જેમ કન્યાને વિદાય અપાય એમ એકનાથ શિંદે ફડણવીસ અને નીતીન ગડકરી ઉદ્ધવ ઠાકરેને વસમી વિદાય આપે છે એવી વીડિયો ક્લિપ વહેતી મૂકાઈ હતી. નીચે લખ્યું હતું ખતમ 'ટાટા... ટાટા બાય...બાય...'
હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેની તસવીર નીચેનું હિન્દી લખાણ વાંચવા મળ્યું: 'ધન્યવાદ મહારાષ્ટ્રની જનતા, મારા દીકરાએ મારી વિચારધારા કચડી નાખી પણ તમે મારી વિચારધારાને મરવા ન દીધી.'
શિવસેના (યુબીટી)ની દશા કેવી થઇ એ દર્શાવવા ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત અને આદિત્ય ઠાકરેના ફોટા સાથે મજેદાર લખાણ સોશ્યલ મિડીયામાં વાંચવા મળ્યું: શિવસેના હાલ ઐસા હો ગયા, ભંડારે મેં ગયે તો ખાના ખત્મ, ઔર બહાર આયે તો ચપ્પલ ચોરી...
ઉદ્ધવ ઠાકરેના દયામણા ચહેરાવાળા કાર્ટૂન નીચે જૂના હિન્દી ગીતનું મુખડું ફેરવીને ફટકારવામાં આવ્યું હતું: મૈને ચાંદ ઓર સિતારોં કી તમન્ના કીથી, મુઝકો એક કટોરે કે સીવા કુછ ના મિલા...
યોગી આદિત્યનાથનું ચલણી સૂત્ર બટેંગે તો કટેંગે... રિઝલ્ટ પછી સુધારા વધારા સાથે વાંચવા મળ્યું. બટેગે તો કટેંગે સાથ રહે તો વિપક્ષ કે નાક કટેંગે હમ સિંહાસન પે દટેંગે ઔર વિરોધી હટેંગે.


