For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાલા સાહેબ સાથેની મુલાકાતો હંમેશાં યાદ રહેશે : નરેન્દ્ર મોદી

Updated: Jan 23rd, 2023

Article Content Image

બાલા સાહેબની જન્મ જયંતિ પ્રસંગે તેઓને વડાપ્રધાને આપેલી ભાવવાહી શ્રધ્ધાંજલિ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેનાના સ્થાપક બાલા સાહેબ ઠાકરેને આજે તેઓની ૯૭મી જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પતા કહ્યું હતું કે તેઓએ તેમનું સમગ્ર જીવન જનકલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે બાલા સાહેબ સાથેની તેમની મુલાકાતો હંમેશા અવિસ્મરણીય બની રહેશે.

ટિવટ ઉપર બાલા સાહેબને શ્રધ્ધાંજલિ અર્પતાં વડાપ્રધાને કહ્યું હતું કે તેઓના અગાધ જ્ઞાાન અને અસામાન્ય મેઘાથી હું હંમેશાં પ્રભાવિત રહ્યો છું.

પ્રબળ હિન્દુત્વ વિચારધારાના આ સમયના પુરસ્કર્સ બાલા સાહેબ ઠાકરેએ રાજકારણમાં પણ હિન્દુત્વને જ અપનાવ્યું હતું.

ભાગ્યવશ તેઓએ રચાયેલી શિવસેના અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક વિભાગ પોતાની તરફે-બહુમતી છે તે સાબિત કરી ભાજપ સાથે અત્યારે મહારાષ્ટ્રમાં સત્તા ઉપર છે. જયારે બાલા સાહેબના જ પુત્ર ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વ નીચેનું જૂથ અલગ થઈ વિરોધ પક્ષમાં બેસી ગયું છે.

જયારથી શિવસેનામાં વિવાદ શરૂ થયો ત્યારથી ઉદ્ધવ ઠાકરે અને તેઓના પિત્રાઈ ભાઈ રાજ ઠાકરેના બંને જૂથો વચ્ચે મતભેદો સમાવવા નરેન્દ્ર મોદીએ પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યા જે સર્વવિદિત છે.


Gujarat