mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

‘ચૂંટણીમાં બેદરકારી કરશો તો...’ ચૂંટણી પંચે યોજી વિવિધ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

Updated: Apr 3rd, 2024

‘ચૂંટણીમાં બેદરકારી કરશો તો...’ ચૂંટણી પંચે યોજી વિવિધ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ચૂંટણી પંચ (Election Commission) ભરપુર એક્શમાં છે. આ ક્રમમાં પંચે એક મોટી બેઠક યોજી હતી, જેમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બેઠકમાં ઉપસ્થિત રહેલા ટોચના અધિકારીઓને કહ્યું છે કે, આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

બેઠકમાં કયાં કયાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા?

મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં રાજ્યોના મુખ્ય સચિવો, ડીજીપી, ગૃહ મંત્રાલ, સંરક્ષણ મંત્રાલ અને સીએસપીએફના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પંચે હેરફેર અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવા ઘણા પાસાઓ પર ચર્ચા કરી છે.

બેદરકારી દાખવશો તો થશે કાર્યવાહી

સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે અધિકારીઓને કહ્યું છે કે, ચૂંટણીમાં કોઈપણ પ્રકારની બેદરકારી નહીં ચાલે. આ વખતે દેશની અને રાજ્યની સીમાઓ પર કડક દેખરેખ રાખવામાં આવશે. ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થાઓમાં કોઈપણ બેદરકારી નહીં ચાલે. ચૂંટણીમાં વિવિધ રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) અને રાજ્ય સશસ્ત્ર પોલીસ (SAP)ની ટીમ તહેનાત કરવા માટે બોલાવાશે. એવું મનાય છે કે, ચૂંટણીમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે.

Gujarat