Get The App

પંજાબ પોલીસના જગદિપસિંહ છે દુનિયાના સૌથી લાંબા પોલીસ કર્મી, ખલી પણ લાગે છે નાનો

Updated: Nov 2nd, 2018

GS TEAM


Google News
Google News
પંજાબ પોલીસના જગદિપસિંહ છે દુનિયાના સૌથી લાંબા પોલીસ કર્મી, ખલી પણ લાગે છે નાનો 1 - image

નવી દિલ્હી, તા. 2. નવેમ્બર 2018 શુક્રવાર

પંજાબ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી જગદીપસિંહ જ્યાં પણ ફરજ બજાવવા જાય છે ત્યાં લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે.

તેની પાછળનુ કારણ એવુ છે કે જગદીપસિંહની ઉંચાઈ 7 ફૂટ અને છ ઈંચ છે. બીજા શબ્દોમાં કહીએ તો તે કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી કરતા પણ ઉંચા છે અને દુનિયાના સૌથી ઉંચા પોલીસ કર્મચારીઓનો રેકોર્ડ તેમના નામે બોલે છે.

તેઓ 35 વર્ષથી પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.રંગ દે બસંતી, હેરાફેરી અને વેલકમ ન્યુયોર્ક જેવી ફિલ્મોમાં પણ તે કામ કરી ચુક્યા છે.

તેઓ કહે છે કે લંબાઈના કારણે પ્રસિધ્ધિ તો મળી છે પણ હાઈટના ગેરફાયદા પણ છે.જેમ કે મને મારા માપના તૈયાર કપડા અને જુતા મળતા નથી. પરદેશથી મંગાવવા પડે છે.જયદીપના જૂતાની સાઈઝ 19 છે.જ્યારે તેમનુ વજન 190 કિલો છે.

Tags :