ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ મીશોએ ફરી કરી કર્મચારીઓની છંટણી
નવી દિલ્હી,તા. 5 મે
2023, શુક્રવાર
દેશની યૂનિકોર્ન
સ્ટાર્ટઅપ કંપની મીશોએ ફરી એકવાર છંટણીની જાહેરાત કરી છે. અમેરિકા અને યુરોપના
દેશોમાં પ્રવર્તી રહેલી મંદીની અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે. આવી સ્થિતિમાં
દેશની અનેક દિગ્ગજ અને સ્ટાર્ટઅપ કંપનીઓએ છંટણીના અનેક રાઉન્ડ કર્યા છે. છંટણી
કંપનીઓની યાદીમાં મીશોનું નામ પણ જોડાઈ ગયું છે. છંટણીના બીજા રાઉન્ડની જાહેરાત
કરીને, કંપની મીશોએ 251 કર્મચારીઓની છંટણી કરી છે.
આ અંગે શુક્રવારે કંપનીએ સવારે ટાઉનહોલમાં આ અંગે સ્ટાફને જાણ કરી હતી. આ રીતે, કંપનીએ 15 ટકા કર્મચારીઓની છંટણી કરી છે.
સોફ્ટ બેક-સંમર્થિત કંપનીએ કહ્યું છે કે, નફાકારક રહેવા માટે,કંપની નાના સંગઠનાત્મક માળખા સાથે કામ કરવા માંગે છે અને તેના કારણે તેણે 251 કર્મચારીઓની છંટણી કરવી પડશે. આ કર્મચારીઓની કુલ સંખ્યાના 15 ટકા જેટલી છે.
સીઈઓએ એમ પણ કહ્યું છે કે, નોટિસ પીરિયડ સિવાય છંટણી કરવામાં આવેલા તમામ કર્મચારીઓને 15 દિવસથી વધુનો પગાર આપવામાં આવશે. આ સાથે જ તમામ કર્મચારીઓના પરિવારને 31 માર્ચ 2024 સુધી સ્વાસ્થ્ય વીમાની સુવિધા મળશે. આ સાથે છંટણી કરાયેલા કર્મચારીઓ પણ કંપનીના શેર હોલ્ડર રહેશે.
મહત્વનું છે કે,આ અગાઉ એપ્રિલ 2022માં પણ સ્ટાર્ટઅપ કંપનીએ કુલ 150 કર્મચારીઓની છંટણી કરવાનો નિર્ણય લીધો હતો.