Get The App

હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો: બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા

Updated: Nov 26th, 2024

GS TEAM


Google News
Google News
Bangladesh Violence


Iskon Priest Das Arrested In Bangladesh:  બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ થતાં ભારતે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. ચિન્મય કૃષ્ણદાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં એક રેલી યોજી હતી. જેના લીધે ચિન્મય દાસ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમની જામીન અરજી પણ રદ કરી દેવાઈ

વિદેશ મંત્રાલયે યુનુસ સરકારના વલણની ટીકા કરી

દેશના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કર્યું હતું કે, ‘અમે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જામીનનો અસ્વીકાર કરવા બદલ ચિંતિત છીએ. આ ઘટના બાંગ્લાદેશમાં ચરમપંથી તત્ત્વો દ્વારા હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર કરવામાં આવેલા હુમલા બાદ બની છે. લઘુમતીઓના ઘર અને વેપારો પર આગચંપી અને લૂંટફાટ થઈ રહી છે, તેઓ ચોરી અને તોડફોડનો પણ ભોગ બન્યા છે. આ દુર્ભાગ્યવશ છે કે, આ ઘટનાઓના અપરાધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જ્યારે શાંતિપૂર્ણ સભાઓના માધ્યમથી કાયદેસર કામ કરનારા ધાર્મિક નેતાઓ જેલમાં છે.’



આ પણ વાંચોઃ 75th Constitution Day: ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ

એરપોર્ટ પરથી કરી ધરપકડ

મીડિયા અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે કે, મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર નથી ઈચ્છતી કે, ચિન્મય દાસ દેશની બહાર પલાયન કરી જાય તેથી સરકારે પોલીસને ઢાકા એરપોર્ટ પરથી જ ધરપકડ કરવા આદેશ આપ્યો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં સરકારે ચિન્મય કૃષ્ણદાસ પ્રભુ પર દેશદ્રોહનો આરોપ મૂકાયો હતો. હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કેસ પણ નોંધાયા હતા.

હિન્દુઓ પર અત્યાચાર

રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં રેલી યોજાઈ હતી. જેમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં જણાવ્યું હતું કે, ‘બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સતત લઘુમતીઓને ટાર્ગેટ બનાવી તેમને હેરાન કરી રહી છે. બીએનપીના સમર્થનમાં કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામીના લોકો ખુલ્લેઆમ ઈસ્કોન અને ઈસ્કોનના ભક્તોની હત્યાની ધમકી આપી રહ્યા છે.’

બાંગ્લાદેશના મેહરપુરમાં ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો. જેમાં ચિન્મય પ્રભુએ જણાવ્યું હતું કે, ‘હિન્દુ મંદિરોની સુરક્ષા અંગે તેઓ ચિંતિત છે. હિન્દુ અને લઘુમતી બાંગ્લાદેશમાં ભયમાં જીવી રહ્યા છે. જેથી તેઓ પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાના માર્ગે ભારત જઈ રહ્યા છે.’

હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો: બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા 2 - image

Tags :