Mayawati Suspend Akash Anand From BSP: બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. આ પહેલાં રવિવારે માયાવતીએ આકાશ આનંદને પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત કરી દીધા હતા. આ સાથે જે તેમણે કહ્યું હતું કે, 'હવે મારા છેલ્લા શ્વાસ સુધી પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.' નોંધનીય છે કે, માયાવતીએ આકાશના સસરા અશોક સિદ્ધાર્થને પણ ગત મહિને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા હતાં.
આ પણ વાંચોઃ ઔરંગઝેબના કારણે I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ! આદિત્ય ઠાકરેની માંગ- સપા નેતાની કરો ધરપકડ
નોંધનીય છે કે, 17 ફેબ્રુઆરીએ બસપાએ દેશભરના કોઑર્ડિનેટરની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં માયાવતીએ જાહેરાત કરી હતી કે, હવે આકાશ આનંદને નેશનલ કોઑર્ડિનેટર નહીં રહે. ત્યારબાદ રવિવારે (બીજી માર્ચ) લખનૌમાં બોલાવવામાં આવેલી બેઠક બાદ આકાશને પાર્ટીના તમામ પદથી મુક્ત કરી દેવાયા હતા. બાદમાં 24 કલાકની અંદર જ આકાશ આનંદને પાર્ટીમાંથી જ બરતરફ કરી દીધા છે.
આ પણ વાંચોઃ IIT બાબાએ જીવન ટૂંકાવવાની ધમકી આપી: પોલીસ પહોંચી તો કહ્યું- મેં ગાંજો પીધો હતો
હકીકતમાં, માયાવતીને ઘણાં સમયથી એવું લાગી રહ્યું હતું કે, આકાશ આનંદ જેને તેમણે પોતાની પાર્ટીના ઉત્તરાધિકારી જાહેર કર્યાં છે, તે સંપૂર્ણ રીતે પોતાના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં છે. રાષ્ટ્રીય કોઑર્ડિનેટર આકાશ પર અશોક સિદ્ધાર્થનો પ્રભાવ વધારે છે અને અશોક સિદ્ધાર્થ માયાવતીના નાક નીચે પોતાની સમાંતર સિસ્ટમ ચલાવી રહ્યા છે. જેમાં દેશના મોટા કોઑર્ડિનેટર અને નેતા માયાવતીની જાણકારી વિના જ તેમની સિસ્ટમનો ભાગ બની ચૂક્યા હતા.


