Get The App

VIDEO : ગ્રેટર નોઈડાના ગેલેક્સી પ્લાઝામાં વિકરાળ આગ, જીવ બચાવવા લોકો ત્રીજા માળેથી કુદ્યા

ગ્રેટર નોઈડા વેસ્ટમાં આવેલ ગૌરી સિટી-1માં એવન્યુ-1ના ત્રીજ માળે આગ લાગી

શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાના અહેવાલ : ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે

Updated: Jul 13th, 2023

GS TEAM

Google News
Google News
VIDEO : ગ્રેટર નોઈડાના ગેલેક્સી પ્લાઝામાં વિકરાળ આગ, જીવ બચાવવા લોકો ત્રીજા માળેથી કુદ્યા 1 - image

નોઈડા, તા.13 જુલાઈ-2023, ગુરુવાર

આજે ગ્રેટર નોઈડાના ગેલેક્સી પ્લાઝામાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. ગ્રેટર નોઈડા વેસ્ટમાં આવેલ ગૌરી સિટી-1માં એવન્યુ-1ના ત્રીજ માળે આગ લાગી છે. આગ વધુ વિકરાળ બનતા લોકો બારીઓમાં કુદવા લાગતા અફરાતફરી સર્જાઈ છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે. 

લોકો જીવ બચાવવા બારીઓમાં લટક્યા

આ ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, લોકો જીવ બચાવવા માટે બારીઓમાં લટકેલા છે. હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરી રહી છે.

Tags :