Get The App

દિલ્હી હાટમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, સરકારે મદદનું આપ્યું આશ્વાસન

Updated: Apr 30th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી હાટમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, સરકારે મદદનું આપ્યું આશ્વાસન 1 - image


Dilli Haat Fire: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના INA ખાતે દિલ્હી હાટમાં બુધવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. ઘટનાના પગલે 14 જેટલી ફાયર વિભાગની ગાડીઓ આગ બુઝાવવા માટે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો છે. આગમાં 30 થી 50 દુકાનો બળીને ખાખ થવાની માહિતી મળી રહી છે. બચાવ કામગીરીમાં એક-બે લોકો ઘાયલ પણ થયા છે. પોલીસનું કહેવું છે કે, આગમાં થયેલી નુકસાનીને લઈને તપાસ શરૂ કરાશે.

ફાયર વિભાગના અનુસાર, આગે અનેક દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. જોકે, અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે રાહતની વાત છે. આગ લાગવાના કારણોની હાલ તપાસ કરાઈ રહી છે, પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની શક્યતા દર્શાવાઈ રહી છે. બીજી તરફ રાજ્ય સરકારે મદદનું આશ્વાસન આપ્યું છે.


Tags :