Get The App

બિહારના બાંકા જિલ્લામાં બંધ મદરેસામાં પ્રચંડ વિસ્ફોટ

વિસ્ફોટકનો પ્રકાર જાણવા માટે ફોરેન્સિક ટીમને બોલાવાશે

Updated: Jun 8th, 2021

GS TEAM


Google News
Google News
બિહારના બાંકા જિલ્લામાં બંધ મદરેસામાં પ્રચંડ વિસ્ફોટ 1 - image

પટણા, 8 જુન 2021 મંગળવાર

દક્ષિણ બિહારના બાન્કા જિલ્લામાં આવેલી એક વેરાન મદરેસામાં આજે પ્રચંડ ધડાકો થયો હતો. જો કે એનાથી જાનમાલનું કોઇ વિશેષ નુકસાન થયુ નથી.

જિલ્લાના નાઉતોલિયા વિસ્તારમાં આવેલા કોમ્પલેકસમાં મંગળવારે સવારે ૮ના સુમારે થયેલા ધડાકાના પગલે શાળાનો મોટો ભાગ તૂટી પડયો હતો.

ઘટનાસ્થળના આગળના ભાગે શાળા બેસે છે, જે બહારથી બંધ રહે છે. અંદરના રસ્તેથી મસ્જિદમાં જઇ શકાય છે. એના દરવાજા ખુલ્લા જણાયા હતા. આ ધડાકાથી શાળાની ઇમારતને ભારે નુકસાન થયું છે, એમ પોલીસે કહ્યું.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને મસ્જિદના ઇમામ સહિત કોઇ વ્યકિત મળી શકી નથી.

ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા માટે બોલાવાઇ છે. ત્યાં સુધી કાટમાળને યથાવત રહેવા દેવાયો છે. ફોરેન્સિક તપાસમાં કયા પ્રકારનો વિસ્ફોટ વપરાયો એ જણાઇ આવશે.

રાજયમાં કોરોનાના લીધે લોકડાઉન હોવાથી ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ મહિના કરતા વધુ સમયગાળાથી બંધ છે.

Tags :