ગુલાબ નબી આઝાદની પાર્ટીના નેતા પર જીવલેણ હુમલો, ઘરમાં ઘૂસી કર્યું ફાયરિંગ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરના ચડૂરા વિસ્તારમાં રાજકીય પક્ષના નેતાના ઘરમાં ગોળીબાર થતાં હડકંપ મચ્યો છે. બે બુકાનીધારી બદમાશોએ સોમવારે મોડી રાત્રે ગુલામ નબી આઝાદ પાર્ટીના એક સ્થાનિક નેતા મોહમ્મદ યુસુફ મીરના ઘર પર ફાયરિંગ કર્યું હતું. આ સંદર્ભે મીરે ચડૂરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુલાબ નબી આઝાદની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના નેતાના ઘરે મોડી રાત્રે ફાયરિંગ થયુ હતું. જો કે, આ ગોળીબારમાં મોહમ્મદ યુસુફ અને તેમના પરિવારનો આબાદ બચાવ થયો હતો. પોલીસે આ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું કે, બે બુકાનીધારી બદમાશો યુસુફ મીરના ઘરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે.