Mark Zuckerberg Controversy: માર્ક ઝકરબર્ગે હાલમાં જ ઇલેક્શન વિશે કરેલી કમેન્ટને લઈને તેણે મુસીબત આવરી લીધી છે. માર્ક ઝકરબર્ગ દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના ઘણાં દેશમાં ઇલેક્શન દરમિયાન જે પોલિટિકલ પાર્ટી જીતવી જોઈતી હતી એ હારી ગઈ છે અને એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તેના આ સ્ટેટમેન્ટને લઈને પોલિટિકલ જગતમાં હોબાળો મચી ગયો છે. કોવિડ-19માં જે પણ દેશ દ્વારા સારો અને પૂરતી સેવા આપવામાં નહોતી આવી એ દરેકને અસર થઈ હતી. આ સ્ટેટમેન્ટને લઈને તે ભારતમાં વિવાદમાં આવી ગયો છે. આ માટે તેને પાર્લિયામેન્ટરી સમન પણ મોકલવામાં આવી શકે છે.
બીજેપીના એમપી નિશિકાંત દુબેનું મંતવ્ય
બીજેપીના એમપી નિશિકાંત દુબે કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના પાર્લિયામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન છે. મેટા કંપનીએ ખોટી માહિતી ફેલાવવા માટે માફી માગવી જોઈએ એ વિશે વાત કરતાં નિશિકાંત દુબે કહે છે, ‘ખોટી માહિતી ફેલાવવા બદલ મારી કમિટી મેટાને ફોન કરશે. કોઈ પણ લોકશાહી દેશ વિશેની ખોટી માહિતી જ્યારે ફેલાવવામાં આવે છે ત્યારે દેશની આબરૂ પર કલંક લાગે છે. આ કંપનીએ ભારતીય પાર્લામેન્ટ અને એના લોકોની માફી માગવી પડશે.’
યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવનો પણ ફૂટ્યો ગુસ્સો
યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ દ્વારા માર્ક ઝકરબર્ગની કમેન્ટને ખોટી કહેવામાં આવી છે અને તેને બોલવા પહેલાં તથ્યો ચેક કરવાનું કહેવામાં આવ્યું છે. આ વિશે અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, ‘માર્ક ઝકરબર્ગ દ્વારા જ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે એ દુખની વાત છે. તથ્યો અને વિશ્વસનીયતાનો આ સવાલ છે.’

2024ના ઇલેક્શનમાં NDAની જીત
અશ્વિની વૈષ્ણવનો ગુસ્સો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. આ ગુસ્સામાં તેમણે કહ્યું હતું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની 2024ના ઇલેક્શનમાં જીત થઈ હતી. આ તેમની સતત ત્રીજી ટર્મ માટેની જીત હતી. 2024ના જનરલ ઇલેક્શનમાં 640 મિલ્યન વોટર્સે વોટ કર્યો હતો. એમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની જીત થઈ હતી અને એ જ લોકોનો વિશ્વાસ જોવા મળ્યો હતો.
કોવિડના કાર્ય પર નજર
અશ્વિની વૈષ્ણવ દ્વારા માર્ક ઝકરબર્ગને કેટલાક તથ્યો વિશે પણ અવગત કરાવવામાં આવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે મોદી સરકાર દ્વારા 800 મિલ્યન લોકોને ફ્રીમાં ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વિશે અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘800 મિલ્યન લોકોને મફતમાં ભોજનની સાથે 2.2 બિલ્યન લોકોને ફ્રીમાં વેક્સિન, કોવિડ-19ના ડોઝ અને દેશના તમામ લોકોને જરૂર પડતી દરેક મદદ કરવામાં આવી હતી. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસિત થતી ઇકોનોમી બની ગયું છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની સતત ત્રીજી વારની જીત લોકોને તેમનામાં વિશ્વાસ દેખાડે છે.’
આ પણ વાંચો: તમારા વોટ્સએપ મેસેજ બીજા નહીં વાંચી શકે, પરંતુ CIA વાંચી શકશેઃ ઝકરબર્ગના દાવાથી હોબાળો
મેટાની ચૂપકી
મેટા કંપનીની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો સમાવેશ થાય છે. માર્ક ઝકરબર્ગના લીધે શરૂ થયેલી આ કન્ટ્રોવર્સી વિશે હજી સુધી મેટાએ ચૂપકી સાધી છે અને કોઈ સ્ટેટમેન્ટ જાહેર નથી કર્યું.


