Get The App

રાહુલ ગાંધી માટે નોબેલ પારિતોષિકની માગ? કોંગ્રેસ નેતાએ કહ્યું - મચાડો જેવું જ કરે છે કામ

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધી માટે નોબેલ પારિતોષિકની માગ? કોંગ્રેસ નેતાએ કહ્યું - મચાડો જેવું જ કરે છે કામ 1 - image

Image Source: IANS 

Congress Demands Nobel Prize For Rahul Gandhi: વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને આ વર્ષે શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે તેમની તુલના કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે કરી હતી. રાજપૂતે સંકેત આપ્યા હતા કે જેમ મચાડોએ તેમના દેશમાં લોકશાહીના અધિકારો માટે સંઘર્ષ કરવા પર સન્માન મળ્યું હતું, તેવી જ રીતે રાહુલ ગાંધી પણ ભારતમાં બંધારણને બચાવવાની લડાઈ લડી રહ્યા છે. 

રાજપૂતે એક્સ હેન્ડલ પર મચાડો અને રાહુલની તસવીરો પોસ્ટ કરતાં લખ્યું કે,' આ વર્ષે નોબેલ શાંતિનો પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષની નેતાને બંધારણનું રક્ષણ કરવા માટે મળ્યું છે. ભારતના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશના બંધારણને બચાવવાની લડાઈનું નેતૃત્ત્વ કરી રહ્યા છે'. 

નોબેલ સમિતિએ મચાડોને 'તાનાશાહીથી લોકશાહીમાં શાંતિપૂર્ણ બદલાવ' અને 'લોકતાંત્રિક અધિકારોના પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા' માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં છેતરપિંડીનાના આરોપ બાદ છૂપાઈને રહેવું પડ્યું હતું, છતાં તે વેનેઝુએલાના વિપક્ષને એકતામાં રાખવામાં સફળ રહી. ત્યાં, ભારતમાં કોંગ્રેસનું કહેવુ છે કે રાહુલ ગાંધી હાલની એનડીએ સરકાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યો છે. તે હાલના મહિનામાં 'વોટ ચોરી', બિહારમાં યાદીમાંથી મતદારોનાં નામ હટાવા, ઇવીએમ હેકિંગ, પછાત વર્ગો માટે અનામત સમાપ્ત કરવાનું કાવતરું જેવા મુદ્દા ઉઠાવી ચૂક્યા છે. ઇન્ડિયા ગઠબંધન પછી વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ અડગ અને એક છે. વિપક્ષનો આરોપ છે કે દેશમાં બેરોજગારી વધી છે, અર્થતંત્ર નબળું પડ્યું છે, લઘુમતીઓ અને અનુસૂચિત જાતિના અધિકારો પર તરાપ મારવામાં આવી છે અને અસંમતિના અવાજને દબાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ અનેક વાર કહી ચૂક્યા છે કે ભારતમાં લોકશાહી અને લોકશાહી સંસ્થાઓ જોખમમાં છે અને તે તેને બચાવવા માટે લડી રહ્યા છે.

Tags :