'મીડિયા સાથે કોઈ વાત નહીં કરે', ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનો MNS નેતાઓને સીધો આદેશ
Marathi Language Row: મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષાને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. હવે આ વિવાદમાં હિન્દીભાષી રાજ્યોના નેતાઓની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કેટલાક નેતાઓએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પર પ્રહાર કર્યા છે.
આ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ પાર્ટીના કાર્યકર્તાઓએ મોટું ફરમાન જાહેર કરી દીધું છે. રાજ ઠાકરેએ મનસેના કાર્યકર્તાઓને કહ્યું કે, તેઓ તેમની મંજૂરી વગર મીડિયા સાથે વાત કરવી બંધ કરી દે.
શું છે સમગ્ર મામલો?
જો કે, મહારાષ્ટ્રના કેટલાક એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે, કેટલાક મનેસના કાર્યકર્તાઓએ તે લોકો પર હુમલો કર્યો છે, જે મરાઠી નહોતા બોલતા. આ તબક્કામાં પોલીસે શનિવારે જણાવ્યું કે, વર્લીના ઉધમી સુશીલ કેડિયાના કાર્યાલયમાં તોડફોડ મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ છે. તેમના વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિયા (બીએનએસ), 2023ની કલમ 223, 189(2), 190, 191(2), 191(3) અને 125 હેઠળ કેસ દાખલ કરાયો છે.