Get The App

મણિપુર મહિલાઓ સાથે જઘન્ય અપરાધનો વીડિયો કેમ ન હટાવ્યો? ટ્વિટર પર એક્શન લેશે સરકાર

સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ સવાલો કર્યા

વડાપ્રધાન મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું

Updated: Jul 20th, 2023

GS TEAM

Google News
Google News
મણિપુર મહિલાઓ સાથે જઘન્ય અપરાધનો વીડિયો કેમ ન હટાવ્યો? ટ્વિટર પર એક્શન લેશે સરકાર 1 - image


મણિપુર છેલ્લા બે મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે અને સ્થિતિ હજુ પણ કાબુમાં નથી ત્યારે હાલમાં જ મણિપુરમાં મહિલાઓ સાથેની ક્રૂરતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા બે મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવામાં આવી હતી. 

સરકાર ટ્વિટર પર કાર્યવાહી કરી શકે

મણિપુરના રસ્તા પર નગ્ન અવસ્થામાં પરેડ કરતી બે મહિલાઓના આ વીડિયોને લઈને સરકાર કડક પગલાં લઈ રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી પર વિશ્વાસ મુકવામાં આવે તો સરકાર આ વીડિયોને લઈને ટ્વિટર પર કાર્યવાહી કરી શકે છે. સરકારનું માનવું છે કે જે રીતે આ વીડિયોને સર્ક્યુલેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે તે નિયમોની વિરુદ્ધ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 4 મેની છે, જેનો વીડિયો છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થઈ રહ્યો હતો.

ટ્વિટર પર પગલાં લેવાશે!

સુત્રોમાંથી મળતા અહેવાલો અનુસાર ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહીના આદેશ ગઈકાલે રાત્રે જ આપવામાં આવ્યા છે. આઈટી મંત્રાલય એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે કે આ વીડિયો કોઈપણ પ્લેટફોર્મ પર વધુ પ્રસારિત ન થાય. આ સિવાય સરકારે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને આ આદેશ જારી કર્યો છે જેમા કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ સુનિશ્ચિત કરે કે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો આ વીડિયો આગળ શેર ન થાય. આ મામલો હજુ તપાસ હેઠળ હોવાથી સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતીય કાયદાનું પાલન કરવું પડશે.

પીએમએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે મણિપુરમાં દીકરીઓ સાથે જે થયું છે તેને માફ કરી શકાય નહીં. પીએમએ કહ્યું કે મણિપુરમાં બનેલી ઘટનાથી મારું હૃદય દુઃખ અને ગુસ્સાથી ભરાઈ ગયું છે. આ ઘટનાથી સમગ્ર દેશની જનતાએ શરમ અનુભવવી પડી છે. હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે કોઈ પણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો

આ મામલે ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર ફોરમએ કેન્દ્ર અને રાજ્ય સરકારને સંજ્ઞાન લેવા વિનંતી કરી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ સવાલો કર્યા છે. CJIએ કહ્યું છે કે આવી ઘટનાને સહન કરવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું હતું કે તેમણે આ મામલે સીએમ બિરેન સિંહ સાથે વાત કરી છે. તેમણે જણાવ્યું કે તપાસ ચાલી રહી છે. બીજી તરફ મણિપુર ઘટના પર કોંગ્રેસ અને અન્ય પક્ષો કેન્દ્રને ઘેરી રહ્યા છે.

Tags :