Get The App

મણિપુરમાં હિંસાનો સિલસિલો : સમગ્ર રાજ્યને Disturbed Area જાહેર કરાયું, ફરી ઈન્ટરનેટ સેવા બંધ

રાજ્યના 19 પોલીસ સ્ટેશનોમાં શાંતિ, જેને અશાંત વિસ્તારોથી દૂર રાખવામાં આવ્યા

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
મણિપુરમાં હિંસાનો સિલસિલો : સમગ્ર રાજ્યને Disturbed Area જાહેર કરાયું, ફરી ઈન્ટરનેટ સેવા બંધ 1 - image


Manipur govt declares state as ‘disturbed area’ : પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે સરકારે આ આખા વિસ્તારને 'ડિસ્ટર્બ્ડ એરિયા' ધોષિત કર્યો છે. ભડકાવ સ્થિતિના પગલે અહીં ફરી એકવાર ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. હજુ તો તાજેતરમાં જ સરકારે મોબાઈલ ઈન્ટરનેટ (Shut Down internet service) સેવાઓ પુનઃસ્થાપિત કરી હતી.

મણિપુરમાં હિંસાનો સિલસિલો : સમગ્ર રાજ્યને Disturbed Area જાહેર કરાયું, ફરી ઈન્ટરનેટ સેવા બંધ 2 - image

ફરી એકવાર  મણિપુરની સ્થિતિ નાજુક 

આજે મણિપુરના ગૃહ વિભાગ એક નોટિફિકેશન બહાર પડ્યું હતું કે, રાજપાલ અભિપ્રાય મુજબ વિવિધ ઉગ્રવાદી જૂથોની હિંસક પ્રવૃત્તિઓને કારણે સમગ્ર મણિપુરમાં નાગરિક વહીવટને મદદ કરવા માટે સશસ્ત્ર દળોની જરૂર છે. તેમાં ઇમ્ફાલ, લેમ્ફેલ, સિટી, સિંગજામેઇ, સેકમાઇ, લામાસંગ, પટસોઇ, વાંગોઇ, પોરોમ્પટ, હેઇંગાંગ, લામલાઇ, ઇરિલબુંગ, લિમાખોંગ, થૌબલ, બિષ્ણુપુર, નામ્બોલ, મોઇરાંગ, કાકચિંગ અને જીરીબામનો પણ સમાવેશ થાય છે. જો કે, રાજ્યના 19 પોલીસ સ્ટેશનોમાં શાંતિ છે, જેને અશાંત વિસ્તારોથી દૂર રાખવામાં આવ્યા છે.

કેવી રીતે શરુ થયો સમગ્ર મામલો?

આ મામલાની શરૂઆત રાજ્યમાં બે લાપતા વિદ્યાર્થીઓના મોત પછી શરુ થાય છે. આ ઘટનાથી અહીં સ્થિતિ તંગ બનવા લાગી છે. ઇમ્ફાલ શહેર અને ખીણના અન્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ હિંસક દેખાવો પર ઉતરી આવ્યા છે. હિંસાની કોઈ મોટી ઘટના બની નથી, પરંતુ મણિપુરમાં સ્થિતિ હજુ પણ તંગ છે. ગઈકાલે રાત્રે પણ ઇમ્ફાલની સડકો પર ભારે હંગામો અને દેખાવો થયા હતા. ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત થતાં જ, હિંસા અને આવી માહિતીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. જેમાંથી સરકારના જણાવ્યા મુજબ મોટા ભાગના ગેરમાર્ગે દોરનારા અને અફવા ફેલાવનારા વીડિયો હતા.


 બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News