સંખ્યાબંધ રાજ્યોમાં રાજ્યપાલની ફેરબદલ, ગુજરાતના મંગુભાઈ પટેલ MPના રાજ્યપાલ બનાવાયા
નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર
મોદી સરકારના કેબિનેટના વિસ્તરણની ચાલી રહેલી અટકળો વચ્ચે આજે દેશના સંખ્યાબંધ રાજ્યોમાં રાજ્યપાલની ફેરબદલ કરવાની સાથે સાથે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્ણાટકના રાજ્ય પાલ તરીકે મધ્યપ્રદેશના નેતા થાવરચંદ ગહેલોત અને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના નેતા મંગુભાઈ પટેલની નિમણૂંક કરી છે.
જ્યારે હરિબાબૂ કમભમપતિને મિઝોરમનના અને રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને હિમાચલ પ્રદેશા રાજ્યપાલ બનાવાયા છે.
બીજી તરફ મિઝોમરના રાજ્યપાલ પી એસ શ્રીધરન પિલ્લાઈને ગોવાના રાજ્યપાલ, હરિયાણાના રાજ્યપાલ સત્યદેશ નારાયણ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બૈસને ઝારખંડના અને હિમચાલ પ્રદેશના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂંક આપાવમાં આવી છે.