Get The App

મેંગલોરના બસપા MLA સરવત કરીમ અંસારીનું નિધન, CM ધામીએ દુ:ખ વ્યક્ત કર્યું

Updated: Oct 30th, 2023

GS TEAM

Google News
Google News
મેંગલોરના બસપા MLA સરવત કરીમ અંસારીનું નિધન, CM ધામીએ દુ:ખ વ્યક્ત કર્યું 1 - image

Image Source: Twitter

- કરીમ અંસારી બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા

- દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

મેંગલોર, તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર

Mangalore MLA Sarwat Karim Death: ઉત્તરાખંડના રાજકારણમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મેંગલોરના ધારાસભ્ય સરવત કરીમ અંસારીનું આજે સવારે નિધન થઈ ગયુ છે. કરીમ અંસારી બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ધારાસભ્યના અચાનક નિધનના સમાચારથી બસપામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો અને પાર્ટીના નેતાઓ નિવાસસ્થાને પહોંચ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ બીએસપી ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

બસપા ધારાસભ્ય સરવત કરીમ અંસારીનું નિધન

સરવત કરીમ અંસારી વિધાનસભા ક્ષેત્રમાં લોકપ્રિય ધારાસભ્ય હતા. ધારાસભ્ય રહીને તેમણે મેંગલોરમાં મોટા પાયે વિકાસ કાર્યો કર્યા હતા. શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ધારાસભ્ય ખૂબ જ ગંભીર રહ્યા હતા. સરવત કરીમ અંસારીની તબિયત બે દિવસ પહેલા લથડી હતી. પરિવારના સભ્યોએ તેમને સારવાર અર્થે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બીએસપી ધારાસભ્યનું આજે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે સરવત કરીમ અંસારીએ બે મહિના પહેલા હાર્ટ એટેક આવ્યા બાદ બાયપાસ સર્જરી કરાવી હતી. ધારાસભ્ય બાયપાસ સર્જરી બાદ ઉત્તરાખંડ પરત ફર્યા હતા.

દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

અંસારીની બે દિવસ પહેલા તબિયત ખરાબ થવાના કારણે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે સવારે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા છે. સરવત કરીમ અંસારી મેંગલોર વિધાનસભાથી બીજી વખત ધારાસભ્ય બન્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સરવત કરીમ અંસારી બસપાની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા હતા. તેમણે દિગ્ગજ કોંગ્રેસ નેતા કાજી નિઝામુદ્દીનને 598 મતથી હરાવ્યા હતા. 


Tags :