Get The App

ઓ...કાકા.... મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
ઓ...કાકા.... મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ 1 - image


Delhi Video Viral : રસ્તા પર પેશાબ કરવો કાયદાકીય રીતે દંડનીય છે પરંતુ તેમ છતાં લોકો શહેરના રસ્તાના કિનારા પર પેશાબ કરતાં હોય છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, આવી સ્થિતિ માત્ર રસ્તાઓ પર જ નહીં સરકારી કચેરીઓની બહાર પણ જોવા મળી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં દિલ્હીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બહાર રસ્તા પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સ રોષે ભરાયા છે અને તેઓ સિવિક સેન્સ યાદ અપાવી રહ્યા છે. કેટલાકે તો તેના પર હાસ્યાસ્પદ કોમેન્ટે પણ કરી છે.

કાર ચાલકે પેશાબ કરનાર વ્યક્તિને ટોક્યો ને વીડિયો પણ બનાવ્યો

સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયેલો આ વીડિયો છ સેકન્ડનો છે, જેમાં સફેદ પેન્ટ-શર્ટ પહેલો એક વ્યક્તિ ફૂટપાથ પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે અને તે જ્યાં ઊભો છે, ત્યાં તેની સામે ‘પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય’ લખેલું છે. લોદી રોડ સ્થિત મંત્રાલય બહારની આ ઘટનામાં એક કાર ચાલકે તે વ્યક્તિને ટોક્યો હતો અને સાથે વીડિયો પણ ઉતાર્યો હતો. તેણે વીડિયો ઉતારતી વખતે પેશાબ કરનાર વ્યક્તિને કહ્યું કે, ‘ઓ...કાકા.... મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે.’

આ પણ વાંચો : 'કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો...' મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો

વાયરલ વીડિયો પર યુઝર્સએ જાત-ભાતની કોમેન્ટ કરી

આ વીડિયો દેશી મોજિતો નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં લખાયું છે કે, ‘મંત્રાલય બહાર પેશાબ કરનાર વ્યક્તિમાં કોઈપણ પ્રકારની સિવિક સેન્સ નથી અને પછી તેઓ સરકારને દોષ આપશે. જે લોકો કહી રહ્યા છે કે, સરકારે વધુ પબ્લિક ટૉયલેટ બનાવવા જોઈએ, તેઓને હું કહું છું કે, દિવાલની પાસે જ પબ્લિક ટૉયલેટ છે.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આના પર મીમ્સ પણ બનાવ્યા તો કેટલાકે તેને ગંભીર સમસ્યા ગણાવી અને રસ્તા પર વધુ શૌચાલય બનાવવાની માંગ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કોમેન્ટ કરી છે કે, આવા લોકો આદતથી મજબૂર છે.

આ પણ વાંચો : વર્ષ 2025માં ચોમાસું રહેશે સામાન્ય, જૂન મહિનાથી ચોમાસાની શરૂઆતની શક્યતા!

Tags :