'દાઉદ ગેંગે મને PM મોદી અને CM યોગીની હત્યા કરવા કહ્યું...', મુંબઈ પોલીસને આવ્યો ધમકી ભર્યો ફોન, આરોપીની ધરપકડ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
'દાઉદ ગેંગે મને PM મોદી અને CM યોગીની હત્યા કરવા કહ્યું...', મુંબઈ પોલીસને આવ્યો ધમકી ભર્યો ફોન, આરોપીની ધરપકડ 1 - image


-દાઉદ ગેંગે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યાનું કાવતરું ઘડવાનું કહ્યું હતુ.

નવી મુંબઇ,તા. 21 નવેમ્બર 2023, મંગળવાર

મુંબઈ પોલીસને ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો. 

આ વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કર્યો હતો, જેના પછી પોલીસે આરોપીને ટ્રેસ કરીને તેની ધરપકડ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, દાઉદ ગેંગે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યાનું કાવતરું ઘડવાનું કહ્યું હતુ. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

આ ઘટનામાં પોલીસે જણાવ્યું કે, કોલ કરનાર આરોપીએ જેજે હોસ્પિટલને પણ નિશાન બનાવવાની ધમકી આપી હતી. જેજે હોસ્પિટલ મુંબઈની સૌથી પ્રખ્યાત હોસ્પિટલોમાંની એક છે. આરોપી વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 505 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News