For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બંગાળમાં મમતા બેનર્જીની જીતથી વિપક્ષને ઓક્સિજન મળ્યો, શું દીદી વિપક્ષની એકછત્ર નેતા બનશે?

Updated: May 3rd, 2021

Article Content Image

કોલકાતા, તા. 3 મે 2021, સોમવાર

પસ્ચિમ બંગાળમાં ફરી એક વખત ટીએમસી સત્તા પર આવી છે. બંગાળ ચૂંટણીમાં મમતા બેનર્જીની જીતથી દેસમાં વિક્ષપને ઓકેસ્જન મળ્યો છે. કેટલાય રાજ્યોમાં ભાજપે સરકાર બનાવ્યા બાદ આ વખતે એવું લાગી રહ્યું હતું કે કદાચ બંગાળની સત્તા પણ ભાજપ પતાને નામ કરશે. જો ક બંગાળમાં તેવું કશું થયું નથી, હાઇવોલ્ટેજ ચૂંટણી ટ્રામાના કાલે આવેલા પરિણામો પ્રમાણે બંગાળની જનતાએ ફરી એક વખત મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને સત્તાની કમાન સોંપી છે. મમતા બેનર્જીની આ જીત બાદ તેમનું રાજનૈતિક કદ વધી ગયું છે. સાથે જ દેશમાં વિપક્ષના એકછત્ર નેતા તરીકેની તેમની દાવેદારી મજબૂત બની છે.

સતત ત્રીજી વખત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતીને મમતા બેનર્જીએ સાબિત કરી દીધું ,છે કે રાજ્યમાં તેમનાથી લોકપ્રિય નેતા બીજું કોઇ નથી. ત્યારે હવે સવાલ એ છે કે શું બંગાળ જીતેને દીદી દિલ્હી તરફ કૂચ કરશે? કારણ કે મમતા બેનર્જીએ સતત ત્રીજી વખત બંગાળ જીતીને રાષ્ટ્રિય રાજનીતિમાં પોતાનું કદ વધાર્યું છે. તેમાં પણ આ વખતે અજેય ગણાતી મોદી-શાહની જોડીને તેમણે હરાવી છે, જે ઘણી મોટી અને મહત્વની વીત માનવામાં આવી રહી છે.

બંગાળની આ ચૂંટણી સીધી ટીએમસી અને ભાજપ વચ્ચેની લડાઇ હતી. ટીએમસીનો ચહેરો મમતા બેનર્જી હતા તો ભાજપનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ત્યારે જીત બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું મમતા બેનર્જી મોદી વિરોધી પક્ષનું દેશભરમાં નેતૃત્વ કરશે? મમતા બેનર્જી પણ કદાચ આવું જ કરવા માંગે છે, કારણ કે આ મે જ તેમણે ગત 31 માર્ચે 15 વિપક્ષી દળોને પત્ર લખ્યો હતો અને એકજૂથ બનવાની અપીલ કરી હતી.  તેમણે લખ્યું હતું કે લોકશાહી અને બંધારણ પર ભાજપના હૂમલાનો જવાબ આપવાનો સમય આવી ગયો છે.

 ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મમતા બેનર્જીએ દેશના મોદી વિરોધી દળો અને નેતાઓને એક કરવાના પ્રયત્વનો કર્યા છે. 2019ની લોકસભા ચૂંટણી વખતે તેમણે 22 પક્ષઓ અને 24 નેતાઓને એક મંચ પર એકઠા કર્યા હતા. મમતા બેનર્જીના કહેવાથી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવથી લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક મંચ પર આવ્યા હતા.

Gujarat