Get The App

'આ શાંતિના હિતમાં નથી...', કેન્દ્ર સરકારના આ નિર્ણય પર CM મમતા બેનર્જીએ PM મોદીને લખ્યો પત્ર

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
'આ શાંતિના હિતમાં નથી...', કેન્દ્ર સરકારના આ નિર્ણય પર CM મમતા બેનર્જીએ PM મોદીને લખ્યો પત્ર 1 - image

Mamata Banerjee Wrote Letter To PM Modi : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે ગોરખા સંબંધિત મુદ્દાઓ પર વાર્તાલાપ કરનારની નિમણૂક પશ્ચિમ બંગાળ સરકાર સાથે સલાહ લીધા વિના કરવામાં આવી હતી. મમતા બેનર્જી માગ કરી હતી કે, 'પીએમ મોદી તાત્કાલિક આ નિમણૂક રદ કરે.'

CM મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર ગુસ્સે કેમ?

CM મમતા બેનર્જીએ કહ્યું કે, 'પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ હિલ્સ, તરાઈ અને ડુઆર્સ ક્ષેત્રોમાં ગોરખાઓને લગતા મુદ્દાઓને ઉકેલવા માટે ભારત સરકાર દ્વારા એકપક્ષીય વાટાઘાટકારની નિમણૂક પર હું આશ્ચર્ય વ્યક્ત કરું છું. પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે ગોરખા સમુદાય અથવા ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન (GTA) પ્રદેશને લગતી કોઈપણ પહેલ રાજ્ય સરકાર સાથે સંપૂર્ણ પરામર્શ કરીને હાથ ધરવામાં આવવી જોઈએ, જેથી વિસ્તારમાં મહેનતથી મેળવેલી શાંતિ અને સુમેળ જાળવી શકાય. રાજ્યને સામેલ કર્યા વિના મધ્યસ્થી નિયુક્ત કરવું એ સંઘીય માળખાની ભાવનાની વિરુદ્ધ છે.'

કેમ થઈ હતી GTAની રચના?

મુખ્યમંત્રીએ કહ્યું કે, 'GTAની રચના 18 જુલાઈ, 2011ના રોજ દાર્જિલિંગમાં ભારત સરકાર, પશ્ચિમ બંગાળ સરકાર અને ગોરખા જનમુક્તિ મોર્ચા (GJM) વચ્ચે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. GTAની રચના પહાડી વિસ્તારોના સામાજિક-આર્થિક, માળખાગત, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિકાસને સુનિશ્ચિત કરવા માટે કરાઈ હતી. તેમજ ગોરખાઓની વંશીય ઓળખનું રક્ષણ કરવા અને તમામ સમુદાયોમાં શાંતિપૂર્ણ અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી, જે પહાડી વિસ્તારોની એકતાનું લક્ષણ છે.'

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા INDIA બ્લોકને મોટો ઝટકો, JMMએ મહાગઠબંધનથી છેડો ફાડ્યો

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના પહાડી જિલ્લાઓમાં શાંતિ હંમેશાથી છે, જે વર્ષ 2011માં સત્તામાં આવ્યા પછી તેમની સરકારના સતત પ્રયાસોનું પરિણામ છે. અમે આ દિશામાં અમારા સકારાત્મક પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.