Get The App

બ્લાસ્ટમાં બે હાથ ગુમાવ્યા પછી પણ PHD કરી, માલવિકા પાસે PMના ટ્વીટરની કમાન

Updated: Mar 8th, 2020

GS TEAM


Google News
Google News
બ્લાસ્ટમાં બે હાથ ગુમાવ્યા પછી પણ PHD કરી, માલવિકા પાસે PMના ટ્વીટરની કમાન 1 - image

નવી દિલ્હી, તા. 8. માર્ચ 2020 રવિવાર

પીએમ મોદીનુ ટ્વિટર હેન્ડલ આજે સાત મહિલાઓ ઓપરેટ કરી રહી છે. આ પૈકીની એક મહિલા માલવિકા ઐયર પણ છે.

માલવિકાએ પણ પીએમના એકાઉન્ટ પરથી પોતાની દાસ્તાન શેર કરી હતી.માલવિકાએ કહ્યુ હતુ કે 13 વર્ષની હતી ત્યારે બીકાનેરમાં થયેલા બ્લાસ્ટમાં મેં મારા બે હાથ ગુમાવી દીધા હતા. પગ પર પણ ગંભીર ઈજા થઈ હતી પણ મેં હિંમત હારી નહોતી.આજે માલવિકા દિવ્યાંગ લોકો માટે જાગૃતિ ફેલાવવાનુ કામ કરી રહી છે.

માલવિકાએ કહ્યુ હતુ કે, આ સ્થિતિમાં પણ મેં મારી પીએચડીનો અભ્યાસ પુરો કર્યો હતો. કોઈ પણ વસ્તુને છોડી દેવાનો વિકલ્પ યોગ્ય નથી. મર્યાદાઓને ભુલી જઈને વિશ્વાસ તથા આશા સાથે દુનિયામાં પગલા ભરો. 

બ્લાસ્ટમાં બે હાથ ગુમાવ્યા પછી પણ PHD કરી, માલવિકા પાસે PMના ટ્વીટરની કમાન 2 - imageમારૂ માનવુ છે કે, પરિવર્તન લાવવા માટે શિક્ષણ બહુ જ જરૂરી છે. મહિલાઓ સાથે ભેદભાવ પૂર્ણ વલણ દુર કરવા માટે યુવાઓને સંવેદનશીલ બનાવવા પડશે. દિવ્યાંગોને કમજોર સમજવાની જગ્યાએ તેમને રોલ મોડેલ તરીકે જોવા પડશે.

તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ મહિલા દિવસે મને મારા વિચારો શેર કરવા માટે પસંદ કરી છે તેનાથી મને વિશ્વાસ થઈ રહ્યો છે કે, દિવ્યાંગતના મામલામાં જે પણ અંધવિશ્વાસ ફેલાયેલા છે તેને દુર કરવા માટે ભારત યોગ્ય રસ્તા પર છે.

Tags :