India

મુંબઈના મલાડમાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 20 દુકાનો બળીને ખાખ

By GS TEAM
18 Oct 20251 min read
TukuTouch Logo
મુંબઈના મલાડમાં આવેલા પઠાણવાડી વિસ્તારમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, જેના કારણે અનેક ગોદામો અને 15 થી 20 દુકાનોને અસર થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર બિગ્રેડ આગ બુઝાવવા માટે સતત કામ કરી રહ્યા છે. હાલમાં, કોઈ જાનહાનિના સમાચાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈના મલાડમાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 20 દુકાનો બળીને ખાખ

Mumbai warehouse fire : મુંબઈના મલાડમાં આવેલા પઠાણવાડી વિસ્તારમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, જેના કારણે અનેક ગોદામો અને 15 થી 20 દુકાનોને અસર થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર બિગ્રેડ આગ બુઝાવવા માટે સતત કામ કરી રહ્યા છે. હાલમાં, કોઈ જાનહાનિના સમાચાર નથી. 

આ પણ વાંચો: ના હોય! 3 કરોડ પગાર છતાં નોકરી કરવાનું મન નથી આ ભાઈનું! કહ્યું - બસ હવે નોકરી છોડી દેવી છે...

હાલમાં આગનું કારણ જાણી શકાયું નથી

અધિકારીઓએ જણાવ્યું કે, આગ માત્ર આ દુકાનો સુધી મર્યાદિત છે અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ નથી. જો કે, હાલમાં આગનું કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો: એક મહિલા ડૉક્ટરે લાખો શિશુઓને મોતના મોંમાં ધકેલાતા બચાવ્યાં, ORSના દુરૂપયોગને અટકાવ્યો

મળતી માહિતી, BMC ફાયર વિભાગ, પોલીસ, BMC વોર્ડ અધિકારીઓ, 108 એમ્બ્યુલન્સ અને અદાણી ઇલેક્ટ્રિસિટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે બપોરે 1:03 વાગ્યે આગને લેવલ-2 (L-II) જાહેર કરી હતી. આગ લાગવાના કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આઠ ફાયર એન્જિન અને અન્ય ફાયર ફાઇટીંગ વાહનો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.