Get The App

કાનપુરમાં મોટી દુર્ઘટના, 5 માળની ઇમારતમાં આગ લાગતા પતિ-પત્ની અને 3 બાળકોના મોત

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
કાનપુરમાં મોટી દુર્ઘટના, 5 માળની ઇમારતમાં આગ લાગતા પતિ-પત્ની અને 3 બાળકોના મોત 1 - image


Kanpur Fire News : કાનપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ચમન ગંજ વિસ્તારમાં ગાંધીનગર ખાતે આવેલી એક પાંચ માળની ઈમારતમાં રવિવારે રાતે ભીષણ આગ લાગી જતાં એક જ પરિવારના પાંચ સભ્યો મૃત્યુ પામી ગયા. 



મૃતકોમાં કોણ કોણ સામેલ? 

માહિતી અનુસાર મૃતકોમાં પતિ-પત્ની અને ત્રણ બાળક સામેલ છે. 8 કલાક સુધી તેમને બચાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ છેવટે બધાના શબ જ હાથ લાગ્યા હતા. ઈમારતમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે ફાયબ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સ્થિતિ 8 કલાકે કાબૂમાં આવી હતી. 



અધિકારીએ આપી માહિતી 

ડીસીપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે. હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઈમારતમાં ફસાયેલા છે પરંતુ  જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલા જ પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ ઈમારતના નીચલા ફ્લોર પર શૂઝનું કારખાનું હતું અને કારખાનેદાર જ ઉપર રહેતા હતા. 



આગ લાગવાનું કારણ શું? 

શોર્ટ સર્કિટને કારણે આ આગ ભડકી હોવાની જાણકારી મળી રહી છે. આગની લપેટમાં શૂઝનું કારખાનું આવી ગયું હતું અને જોત જોતામાં જ આખી ઈમારત તેમાં લપેટાઈ ગઇ હતી. પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે અને રાહત બચાવ કામગીરી ચાલુ છે.  

Tags :