India

બિહારની ગંગા નદીમાં હોડી પલટી જતાં મોટી દુર્ઘટના, રાઘોપુરમાં 11 લોકોના ડૂબવાથી મોત

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
બિહારના હાજીપુરમાં રાઘોપુર પોલીસ સ્ટેશન નજીક ગંગા નદીમાં એક હોડી પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક જમણવારમાં જઈ રહેલા 15 થી 20 લોકોથી ભરેલી હોડી અચાનક પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિક પોલીસ-પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારની ગંગા નદીમાં હોડી પલટી જતાં મોટી દુર્ઘટના, રાઘોપુરમાં 11 લોકોના ડૂબવાથી મોત
ફાઈલ તસવીર

Bihar Boat Capsize Incident Ganga River Hajipur: બિહારના હાજીપુરમાં રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર શ્યામચંદ ગામ નજીક ગંગા નદીમાં હોડી પલટી જતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હોડી પર 15 થી 20 લોકો સવાર હતા અને તેઓ જમણવારમાં જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 11 લોકોના ડૂબવાથી મોત થયા છે.

બાજુના ગામમાં જમણવાર માટે જતા હતા લોકો

પ્રાથમિક માહિતી અનુસાર, હોડી પર સવાર તમામ લોકો એક કાર્યક્રમમાં જમવા માટે જઈ રહ્યા હતા, ત્યારે ગંગા નદીમાં અચાનક હોડી પલટી ગઈ હતી. હોડી પલટતાની સાથે જ સવાર તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. આ બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસ-પ્રશાસનને આ અંગે જાણ કરવામાં આવી હતી.

અકસ્માત બાદ વિસ્તારમાં ભયનો માહોલ

ગંગા નદીમાં હોડી પલટવાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. અકસ્માતમાં કેટલા લોકો પ્રભાવિત થયા છે, અને કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા છે, તે અંગેની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે. હાલ હોડી પલટવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.