VIDEO: મહુઆ મોઇત્રાનો પતિ પિનાકી સાથે રોમેન્ટિક ડાન્સ વાયરલ, થોડા દિવસ પહેલા થયા છે મેરેજ
Mahua Moitra Dance Video: રાજનીતિમાં પોતાના આકરા વલણ માટે જાણીતી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રા હાલના દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. બર્લિનમાં લગ્ન બાદ મહુઆ મોઇત્રા અને તેમના પતિ બીજેડી નેતા પિનાકી મિશ્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બંને ફેમસ બોલિવૂડ સોન્ગ 'રાત કે હમસફર' ગીત પર ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. મેચિંગ આઉટ ફિટ્સમાં એકબીજાની સાથે કપલની કેમેસ્ટીએ સોશિયલ મીડિયા પર ફેન્સનું દિલ જીતી લીધું છે.
મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રાએ 30 મેના રોજ જર્મનીની રાજધાની બર્લિનમાં લગ્ન કર્યા હતા. આ ખાસ અવસરે બંનેનો એક રોમેન્ટિક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહુઆ મોઇત્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્લિપ શેર કરી, જેમાં તે અને પિનાકી મિશ્રા બોલિવૂડના ક્લાસિક સોન્ગ 'રાત કે હમસફર' પર ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી એકવાર લગ્ન કર્યા છે. તેમણે પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે, જે એક રાજકારણી છે અને ઓડિશાના પુરીથી સાંસદ રહી ચૂક્યા છે. પિનાકી મિશ્રા બીજુ જનતા દળ(BJD)ના નેતા છે. તાજેતરમાં મહુઆ મોઇત્રા જર્મનીમાં પિનાકી મિશ્રા સાથે જોવા મળ્યા હતા, જેમાં તે માગ ટીકા અને ઘરેણાથી સજ્જ જોવા મળ્યા હતા.