Get The App

મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં...’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ

Updated: Apr 26th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં...’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ 1 - image

Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે બંધુઓ એટલે કે, શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે ફરી એક થવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ગયા અઠવાડિયે રાજ ઠાકરેએ પિતરાઈ ભાઈ ઉદ્ધવ સાથે રાજકારણમાં એક થઈ આગળ વધવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મતભેદ સામાન્ય છે અને એક થવું મુશ્કેલ કામ નથી.

શિવસેના યુબીટીએ પોસ્ટ કરીને ફરી સૌને ચોંકાવ્યા

હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે શિવસેના યુબીટી (Shiv Sena UBT)એ રહસ્યમયી પોસ્ટ કરી છે. પાર્ટીએ આજે (26 એપ્રિલ) કહ્યું કે, ‘મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક થવાનો સમય આવી ગયો છે, પાર્ટીના કાર્યક્રતાઓ મરાઠી ગૌરવની રક્ષા કરવા માટે તૈયાર છે. શિવસેના યુબીટીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં એક થવાનો સમય આવી ગયો છે. શિવસૈનિક મરાઠી અસ્મિતાની રક્ષા કરવા માટે તૈયાર છે.’

ઉદ્ધવ-રાજે શું કહ્યું હતું?

ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરે (Raj Thackeray)એ પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે રાજકારણમાં એક થઈને આગળ વધવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘અમારા અગાઉના મતભેદ સામાન્ય છે અને મરાઠી માનુષીઓના કલ્યાણ માટે એક થવું મુશ્કેલ કામ નથી.’ જેના જવાબમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું હતું કે, તેઓ નાના-નાના વિવાદોને ભુલી જવા માટે તૈયાર છે, જોકે મહારાષ્ટ્રના હિતો વિરુદ્ધ કામ કરનારાઓને સહન નહીં કરવામાં આવે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ 

ઠાકરે બંધુઓ એક થવાની વાત પર ભાજપે શું કહ્યું?

શિવસેના યુબીટી અને મનસે વચ્ચે ગઠબંધનની સંભાવના અંગે પૂછવામાં આપતા ભાજપે (BJP) પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલે (Chandrashekhar Bawankule)એ કહ્યું કે, ‘સાથે આવવું કે પછી ગઠબંધન બનાવવું, એ તેમનો વિશેષાધિકાર છે. અમને કોઈ વાંધો નથી.

‘અન્ય પક્ષોએ નવા ગઠબંધનમાં જોડાવાનો રસ દાખવ્યો : રાઉત

આ પહેલા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે પિતરાઈ ભાઈ રાજ ઠાકરે મેળ-મિલાપ કરવા માટે ખૂબ જ સકારાત્મક છે. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘ઠાકરે બંધુઓના એક થવાની અટકળો બાદ આંબેડકર આંદોલન સાથે જોડાયેલા પક્ષો અમારા સંપર્કમાં છે અને રાજકારણમાં નવા ગઠબંધનમાં સામેલ થવાના રસ દાખવ્યો છે.’

આ પણ વાંચો : VIDEO : ઈરાનના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ, અહીં હજારો લોકો કરી રહ્યા હતા કામ